________________
૪૬૨
સમ્યગ્દર્શન સહિત નરકમાં રહેવું પણ સારું છે પરંતુ સમ્યગ્દર્શન રહિત સ્વર્ગમાં રહેવું પણ સુખદાયી નથી કેમકે જ્યાં આત્મજ્ઞાન છે ત્યાં સાચું સુખ છે.
सम्यक्त्वं परमं रत्नं शंकादिमलवर्जितम् । संसारदुःखदारिद्रय नाशयेत्सुविनिश्चितम् ।। ४० ॥
શંકા કક્ષા આદિદથી રહિત સમ્યગ્દર્શન જ પરમ રત્ન છે. જેની પાસે એ રત્ન હોય છે તેનું સંસાર દુઃખરૂપી દારિદ્ર નિશ્ચયે નાશ પામે છે.
सम्यक्त्वेन हि युक्तस्य ध्रुवं निर्वाणसंगनः । मिथ्यादृशोस्य जीवस्य संसारे भ्रमणं सदा ।। ४१ ॥
સમ્યગ્દર્શન સહિત જીવને અવશ્ય નિર્વાણને લાભ થાય છે, મિથ્યાદષ્ટિ જીવ સદાય સંસારમાં ભ્રમણ કરતે રહે છે.
पंडितोऽसौ विनीतोऽसौ धर्मज्ञः प्रियदर्शनः । यः सदाचारसम्पन्नः सम्यक्त्वहढमानसः ॥ ४२ ॥
જેના ભાવ સમ્યગ્દર્શનમાં દઢ છે, અને જે સદાચારી છે તે જ પડિત છે, તે જ વિનયવાન છે, તે જ ધર્મજ્ઞાતા છે, તેમનું દર્શન બીજાઓને પ્રિય હોય છે. सम्यक्त्वादित्यसम्पन्नः कर्मध्वान्तं विनश्यति । आसन्नभव्यसत्वानां काललव्ध्यादि सन्निधौ ॥ ४९ ॥
સમ્યગ્દર્શનરૂપી સૂર્યના પ્રકાશથી કર્મોને અધિકાર નાશ પામે છે. એ સમ્યગ્દર્શન નિકટને કાલલબ્ધિ આદિની નિકટતાથી થાય છે.
सम्यक्त्वभावशुद्धन विषयासङ्गवर्जितः ।। कषायविरतेनैव भवदुःखं विहन्यते ॥ ५० ॥
સમ્યગ્દર્શનવડે જેના ભાવે શુદ્ધ છે, વિષયના સંગથી જે રહિત છે અને કષાયોનો જે વિજયી છે તે સંસારખને નાશ કરી દે છે.