________________
४६०
સમ્યગ્દષ્ટિ વિચારે છે કે મેં રાગદ્વેષના ત્યાગરૂપ સામ્યભાવરૂપી મહામંત્રથી શુભ અને અશુભ કર્મરૂપી દુષ્ટ રાક્ષસને વશ કરી લીધા છે તે તે મારો શું બગાડ કરી શકે તેમ છે? જે મેં સમભાવ ધારણ કર્યો છે તે પુણ, પાપકર્મ ઉદયમાં આવીને તેનું ફલ પણ દે તે પણ હું તેનાથી આકુળિત થઈ શકું તેમ નથી. (૨૧) શ્રી પદ્મનંદિમુનિ દેશવ્રતોદ્યતન અધિકારમાં કહે છે –
एकोप्यत्र करोति यः स्थितिमतिं प्रीतः शुचौ दर्शने । स श्लाघ्यः खलु दुःखितोप्युदयतो दुष्कर्मणः प्राणभृत् ।। अन्यैः किं प्रचुरैरपि प्रमुदितैरत्यन्तदूरीकृतस्फीतानन्दभरप्रदामृतपथैमिथ्यापथप्रस्थितैः ॥ २ ॥
આ જગતમાં જે પ્રાણી નિર્મલ સમ્યગ્દર્શનમાં પિતાની નિશ્ચળ બુદ્ધિ રાખે છે તે કદાચિત પૂર્વનાં પાપકર્મોના ઉદયથી દુખિત પણ હોય અને એકલા પણ હેય તે પણ પ્રશંસાને પાત્ર છે. તેનાથી વિશુદ્ધ મિથ્યાદર્શનમાં રહેનારા, ધનસંપદાએ કરી સુખી પરંતુ અત્યંત આનંદપ્રદ સમ્યગ્દર્શનમય આત્મિક મેક્ષમાર્ગથી દૂર રહેનારા એવા જે અનેક પ્રાણીઓ છે તે કોઈ પણ પ્રશંસાયોગ્ય નથી. वीजं मोक्षतरोदृशं भवतरोमिथ्यात्वमाहुर्जिनाः । प्राप्तायां दृशि तन्मुमुक्षुभिरलं यत्नो विधेयो बुधैः ।। संसारे बहुयोनिजालजटिले भ्राम्यन् कुकर्मावृतः । क्व प्राणी लभते महत्यपि गते काले हि तां तामिह ॥ ३ ॥
મેક્ષરૂપી વૃક્ષનું બીજ સમ્યગ્દર્શન છે. સંસારરૂપી વૃક્ષનું બીજ મિથ્યાદર્શન છે એમ જિનેન્દ્રોએ કહ્યું છે. જે એવું સમ્યગ્દર્શન પ્રાપ્ત થઈ જાય તે મેક્ષની ઈચ્છાવાળા પંડિતએ તે સમ્યગ્દર્શનની રક્ષાને યત્ન કરવો ઘટે છે. પાપકર્મોથી ઘેરાએલો આ પ્રાણી ચેરાસી લાખ યોનિઓ સહિત આ સંસારમાં પરિભ્રમણ કરતો રહે છે. ત્યાં ઘણે દીર્ઘકાળ વીતી જાય ત્યારે મહાભાગ્યના ચગે કોઈ પ્રાણુને કવચિત્ એ સમ્યગ્દર્શનનો લાભ થાય છે.