________________
૪૫૯
मनसि समतां विज्ञायेत्थं तयोर्विदधाति यः। क्षयपति सुधीः पूर्व पापं चिनोति न नूतनम् ॥ १०२ ॥
સંસારી પ્રાણુઓને પૂર્વે બાધેલાં કર્મોના ઉદયને અનુસાર સુખ તથા દુખ થાય છે. મારા મનમાં તેમાં રાગ કે દેષ કદાપિ પ્રગટ થતો નથી. એવી રીતે જે કઈ જાણીને તેવાં સુખદુઃખ થાય ત્યારે સમભાવ ધારણ કરે છે તે બુદ્ધિમાન પૂર્વસંચિત કર્મોને ક્ષય કરે છે અને નવાં ક એન્ન કરતા નથી. चित्रोपद्रवसंकुलामुरुमलां निःस्वस्थतां संसृति । मुक्ति नित्यनिरंतरोन्नतसुखामापत्तिभिर्वर्जिताम् । प्राणी कोपि कषायमोहितमति! तत्त्वतो बुध्यते । मुक्त्वा मुक्तिमनुत्तमामपरथा कि संसृतौ रज्यते ॥ ८१ ॥
આ સંસાર નાના પ્રકારના ઉપદ્રવોથી ભરેલું છે. અત્યંત મલિન છે, આકુલતાઓનું ઘર છે અને એમાં સ્વસ્થપણું નથી. તથા મુક્તિ નિત્ય નિરંતર શ્રેષ્ઠ આત્મિક સુખથી પરિપૂર્ણ છે અને સર્વ આપત્તિઓથી રહિત છે. આ વાત કોઈ કષાયથી મોહિત બુદ્ધિવાળા પ્રાણુ યથાર્થ ન સમજે તે ભલે. નહિ તે જે કઈ બુદ્ધિમાન છે, તે તે તે અનુપમ શ્રેષ્ઠ મુક્તિને છેડીને આ અસાર સંસારમાં કેમ રાગ કરે? (૨) શ્રી પદ્મનંદિમુનિ એકત્વસપ્તતિમાં કહે છે –
संयोगेन यदायातं मत्तस्तत्सकलं परम् । तत्परित्यागयोगेन मुक्तोऽहमिति मे मतिः ।। २७ ॥
સમ્યગ્દષ્ટિ એ વિચાર કરે છે કે જેને જેને મને સોગ થયો છે તે સર્વે ભાવકર્મ, દ્રવ્યકર્મ, કર્મ મારાથી ભિન્ન છે. તેને મોહ છોડી દેવાથી હું મુરૂપ જ છુ. એવી મારી બુદ્ધિ છે. किं में करिष्यतः करौ शुभाशुभनिशाचरौ । रागद्वेषपरित्यागमोहमन्त्रेण कीलितौ ॥ २८ ॥