________________
૪૬૧
(૨૨) શ્રી પદ્મનંદિમુનિ નિશ્ચયપચાશમાં કહે છે –
आस्तां बहिरुपधिचयस्तनुवचनविकल्पजालमप्यपरम् । कर्मकृतत्वान्मत्तः कुतो विशुद्धस्य मम किञ्चित् ॥ २७ ॥
સમ્યગ્દષ્ટિ વિચારે છે કે કોંધારા પ્રાપ્ત બાહ્ય પરિગ્રહ આદિ ઉપાધિને સમૂહ તે દૂર રહે પણ શરીર, વચન અને વિકલ્પના સમૂહરૂપ મન પણ કર્મથી થયેલા હોવાથી મારાથી ભિન્ન છે કારણ કે નિશ્ચયથી હું પરમ શુદ્ધ છું. તે એ બધાં મારાં કેવી રીતે થઈ શકે?
कर्म परं तत्कार्य सुखमसुखं वा तदेव परमेव । तस्मिन हर्षविषादौ मोही विदधाति खलु नान्यः ॥ २८ ॥
સમ્યગ્દષ્ટિ વિચારે છે કે આઠ કર્મ મારાથી ભિન્ન છે તો તેના ઉદયથી જે સુખ દુઃખ કાર્ય થાય છે તે પણ મારાથી ભિન્ન છે. મેહી મિથ્યાત્વી પ્રાણી જ મુખમાં હર્ષ અને દુખમાં શેક કરે છે; સમ્યગ્દષ્ટિ એવું કદી કરતા નથી,
कर्म न यथा स्वरूपं न तथा तत्कार्यकल्पनाजालम् । तत्रात्ममतिविहीनो मुमुक्षुरात्मा सुखी भवति ॥ २९ ॥
આઠ કર્મ જેમ પિતાનું સ્વરૂપ નથી તેમ તે કર્મોનું કાર્ય સુખદુખાદિ કલ્પનાજલ પણ મારું સ્વરૂપ નથી. જે તેમાં આત્મબુદ્ધિ રાખતા નથી તે જ મુમુક્ષુ આત્મા સુખી છે. (૨૩) શ્રી કુલભદ્રાચાર્ય સારસમુચ્ચયમાં કહે છે -
कषायातपतप्तानां विषयामयमोहिनाम् । संयोगयोगखिन्नानां सम्यक्त्वं परमं हितम् ॥ ३८ ॥
જે પ્રાણી કષાયને આતાપથી તપેલાં છે, ઈન્દ્રિયોના વિષયરૂપી રોગથી પીડિત છે, ઇષ્ટવિગ અનિષ્ટસાગથી દુખી છે તે સર્વને માટે સમ્યગ્દર્શન પરમ હિતકારી ઔષધિ છે. वरं नरकवासोऽपि सम्यक्त्वेन समायुतः । તુ રચવાહીના નિવારો વિ જજો | છે ,