________________
૪૪૮
મેક્ષ અને તેનાં સાધનને ઉપાદેય તત્ત્વ કે ગ્રહણ કરવા ચોગ્ય તત્વ કહ્યું છે. કારણ કે તેનાથી જ ઉપાદેય મોક્ષસુખને પ્રકાશ થાય છે. तत्र बंधः सहेतुभ्यो यः संश्लेपः परस्परं । जीवकर्मप्रदेशानां सा प्रसिद्धश्चतुर्विधः ॥ ६॥
રાગદ્વેષાદિ કારણોથી, જીવન અને કવણાઓને પરસ્પર સંબંધ થવો તે બધા પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ અને અનુભાગથી ચર
પ્રકારે પ્રસિદ્ધ છે.
स्युमिथ्यादर्शनचानचारित्राणि समासतः । बंधस्य हेतवोऽन्यस्तु त्रयाणामेव विस्तरः ॥ ८ ॥
બંધના હેતુ સંક્ષેપમાં મિયાદર્શન, મિથ્યાજ્ઞાન અને મિથ્યાચારિત્ર છે. તેથી અધિક જે કંઈ કહેવાય છે તે ત્રણને જ વિસ્તાર છે. स्यात्सम्यग्दर्शनज्ञानचारित्रत्रितयात्मकः । मुक्तिहेतुर्जिनोपज्ञं निर्जरासंवरक्रियाः ॥ २४ ॥
મેક્ષનું સાધન જિનેન્દ્ર ભગવાને સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્રની ઐકયતાને કહ્યું છે. તેનાથી નવીન મૈંને સંવર થાય છે અને પૂર્વનાં કર્મોની નિર્જરા થાય છે.
जीवादयो नवाप्यर्थास्ते यथा जिनभापिताः । ते तथैवेति या श्रद्धा सा सम्यग्दर्शनं स्मृतं ॥ २५ ॥
જીવ, અજીવ, આસવ, બંધ, પુષ્ય, પાપ, સંવર, નિર્જશે અને મેક્ષ એ નવ પદાર્થોનું જેવું સ્વરૂપ શ્રી જિનેન્દ્રદેવે કહ્યું છે તે તેવા પ્રકારે છે એવી શ્રદ્ધા તેને સમ્યગ્દર્શન કહે છે. पुरुषः पुद्गलः कालो धर्माधर्मों तथांवरं । षविध द्रव्यमाम्नातं तत्र ध्येयतमः पुमान् ॥ ११७ ॥
જીવ, પુદ્ગલ, કાલ, ધર્મ, અધર્મ તથા આકાશ એ છ પ્રકારે દ્રવ્ય કહ્યું છે. તેમાં ધ્યાન કરવા ગ્ય એક શુદ્ધ આત્મા જ છે.