________________
પર
વ્યાપ્ય વ્યાપકપણું તત્ત્વમાં જ હોય છે, અતત સ્વરૂપમાં હેતું નથી, અર્થાત ગુણ ગુણીમાં જ હોય છે, એક દ્રવ્યનું બીજા વ્ય સાથે વ્યાપકપણું હેતું નથી, એટલા માટે જીવને પુદ્ગલની સાથે વ્યાપ્ય વ્યાપક સંબંધ નથી. એવા દઢ ભેદ વિજ્ઞાનરૂપી મહાન તેજના ભારથી જ્યારે અંતરંગનું અનાન મટી જાય છે, અર્થાત અનાનથી જે આત્માને પુદ્ગલનો કે રાગાદિને કર્તા માનતો હતો તે અજ્ઞાન ચાલ્યું જાય છે ત્યારે આ સમ્યગ્દષ્ટિ જીવજ્ઞાની થવાથી પરભાવના કર્તાપણા રહિત શોભે છે. જ્ઞાનને ત્યારે દૃઢ નિશ્ચય થઈ જાય છે કે આત્મા ભૂલ સ્વભાવથી પુગલનો કે રાગાદિને કર્તા નથી. રાગાદિ ભાવ નૈમિત્તિક ભાવ છે–આત્મા સ્વભાવથી કર્યાદિને કર્તા નથી.
आत्मभावान्करोत्यात्मा परभावान्सदा परः । आत्मैव ह्यात्मनो भावाः परस्य पर एव ते ॥ ११-३॥
આત્મા પિતાના ભાવને કર્તા છે, પર પદાર્થ પરભાના કર્તા છે; સદાને આ નિયમ છે. એટલા માટે આત્માના જેટલા ભાવ છે, તે આત્મારૂપ જ છે. પરના જેટલા ભાવ છે તે પરરૂપ જ છે.
आत्मा ज्ञानं स्वयं ज्ञानं ज्ञानादन्यत्करोति कि । परभावस्य कर्तात्मा मोहोऽयं व्यवहारिणाम् ।। १७-२ ।।
આત્મા જ્ઞાનમય છે, સ્વયં જ્ઞાન જ છે કે તે જ્ઞાન સિવાય અન્ય શું કરે? આ આત્મા ૫રભાવને કર્તા છે, એ વ્યવહારી છનું કહેવું છે. તે તેમને મોહ (અજ્ઞાન) જ છે, વ્યવહારમાં એવું કહેવાય છે કે આત્માએ અશુભ ભાવ કર્યા કે શુભ ભાવ કર્યા. નિશ્ચયથી એ સર્વ ભાવ મોહકર્મના નિમિત્તથી થયા છે. આત્મા તો માત્ર પિતાના શુદ્ધ ભાવને જ કર્તા છે.
ज्ञानिनों ज्ञाननिर्वृत्ताः सर्वे भावा भवंति हि । सर्वेऽप्यज्ञाननिर्वृत्ता भवन्त्यज्ञानिनस्तु ते ॥ २१-२॥ જ્ઞાનીના સર્વ ભાવ જ્ઞાનઠારા કરાયેલા હોવાથી જ્ઞાનમય જ