________________
પદ
वृत्तं कर्मस्वभावेन ज्ञानस्य भवनं न हि । द्रव्यान्तरस्वभावत्वान्मोक्षहेतुर्न कर्म तत् ॥ ८-४ ॥
જ્યારે આ જીવ પુણ્ય કે પાપ કર્મમાં વર્તે છે ત્યારે આત્મજ્ઞાનમાં વર્તન નથી. પરદ્રવ્યના સ્વભાવમાં રમણ કરવાના કારણથી કર્મમાં વર્તવું તે મોક્ષમાર્ગ નથી. सम्पद्यते संवर एष साक्षाच्छुद्धात्मतत्त्वस्य किलोपलम्भात् । स भेदविज्ञानत एव तस्मात्तद्भेदविज्ञानमतीव भाव्यम् ।। ५-५॥
શુદ્ધાત્માને અનુભવ થવાથી સાક્ષાત કર્મોનું આવવું રોકાઈ જાય છે, સવર થઈ જાય છે. તે શુદ્ધાત્માનુભવ ભેદવિજ્ઞાનથી થાય છે. માટે ભેદવિજ્ઞાનની ભાવના ઉત્તમ પ્રકારે કરવી જોઈએ. આત્માને સર્વ રાગાદિથી અને કર્માદિથી ભિન્ન મનન કરવો જોઈએ. सम्यग्दृष्टेभवति नियतं ज्ञानवैराग्यशक्तिः स्वं वस्तुत्वं कलयितुमयं स्वान्यरूपाप्तिमुक्त्या । यस्मा ज्ञात्वा व्यतिकरमिदं तत्त्वतः स्वं परं च स्वस्मिन्नास्ते विरमति परात् सर्वतो रागयोगात् ।। ४-६ ॥
સમ્યગ્દષ્ટિની અંદર નિયમથી આત્મજ્ઞાન તથા વૈરાગ્યની શક્તિ. ઉત્પન્ન થાય છે. તે પોતાના સ્વરૂપની પ્રાપ્તિ અને પરસ્વરૂપની મુક્તિ વડે પિતાના વસ્તુસ્વભાવના અનુભવના પ્રેમી થઈ જાય છે, કેમકે તેમણે તદષ્ટિથી આત્મા અને અનાત્માને ભિન્ન ભિન્ન જાણી લીધા છે. એટલા માટે તે સર્વ રાગનાં કારણોથી વિરક્ત થઈને પિતાના. આત્માના સ્વભાવમાં વિશ્રામ કરે છે.
सम्यग्दृष्टय एव साहसमिदं कर्तुं क्षमन्ते परं यद्वजेऽपि पतत्यमी भयचलत्रैलोक्यमुक्ताध्वनि । सर्वामेव निसर्गनिर्भयतया शङ्कां विहाय स्वयं जानन्तः स्वमवध्यबोधवपुषं बोधाच्च्यवन्ते न हि ।। २२-६ ॥