________________
૪૫૦
જીવને રાગદ્વેષાદિ વિભાવનાં નિમિત્ત થાય છે ત્યારે અન્ય કર્મ વગણાયોગ્ય પુદ્ગલ સ્વયં જ્ઞાનાવરણાદિ કર્મરૂપે પરિણમી જાય છે. परिणममाणस्य चितश्चिदात्मकैः स्वयमपि स्वकैर्भावैः । भवति हि निमित्तमात्रं पौद्गलिकं कर्म तस्यापि ॥ १३ ॥
આ જીવ પોતે પિતાના ચૈતન્યમય રાગાદિભામાં જ્યારે પરિણમન કરે છે ત્યારે ત્યાં પુદ્ગલકને ઉદય નિમિત્ત માત્ર થાય છે. રાગાદિ નૈિમિત્તિક ભાવ છે, જીવને સ્વભાવ નથી.
एवमयं कर्मकृतैर्भावरसमाहितोऽपि युक्त इव । प्रतिभाति वालिशानां प्रतिभासः स खलु भववीजम् ॥ १४॥
આવી રીતે જે કર્મોના નિમિત્તથી રાગાદિ ભાવ થાય છે તેને આત્માની સાથે તાદામ્ય સંબધ નથી. નિશ્ચયથી આતમા તેનાથી ભિન્ન છે, તે પણ અજ્ઞાની છને એમ પ્રતીતિમાં આવે છે કે એ રાગાદિ ભાવ જીવના જ છે એવો પ્રતિભાસ અજ્ઞાન છે અને સંસારબ્રમણનું કારણ છે. जीवाजीवादीनां तत्त्वार्थानां सदैव कर्तव्यम् । श्रद्धानं विपरीताऽभिनिवेशविविक्तमात्मरूपं तत् ।। २२ ॥
જીવ અને અજીવ આદિ તની શ્રદ્ધા વિપરીત અભિપ્રાય રહિત યથાર્થરૂપે રાખવી જોઈએ તે જ વ્યવહાર સમ્યફત્વ છે. નિશ્ચયથી આ સમ્યક્ત્વ આત્માને સ્વભાવ છે. असमग्रं भावयतो रत्नत्रयमस्ति कर्मवंधो यः । सविपक्षकृतोऽवश्यं मोक्षोपायो न वन्धनोपायः ॥ २११ ॥
જ્યારે સાધકને રત્નત્રયની ભાવના પૂર્ણ નથી હોતી ત્યારે જે કમેને બંધ થાય છે તેમાં રત્નત્રયને દોષ નથી. રત્નત્રય તો મોક્ષનું સાધન છે તે બંધનકારણ થાય નહીં. તે સમયે જે નિત્રય ભાવને વિધી કંઈક રાગ હોય છે તે બંધનું કારણ છે.