________________
૪૪૫
णिच्छइ लोयपमाण मुणि ववहारइ सुसरीरु । एहउ अप्पसहाउ मुणि लहु पावहु भवतीरु ॥२४॥
નિશ્ચયનયથી આ આત્મા લોક પ્રમાણ આકારધારી છે પરંતુ વ્યવહારનયથી પિતાના શરીરના પ્રમાણમાં છે. એવા આત્માના સ્વભાવને મનન કરે તે શીધ્ર સંસારસાગરને કાંઠે પહોંચી જાઓ.
चउरासीलक्खह फिरिउ काल अणाइ अणंतु । पर सम्मत्त ण लद्बु जिउ एहउ जाणि णिभंतु ॥२५॥
આ જીવ, અનાદિ કાલથી અન તકાલ ગમે ત્યાં સુધી ચેરાસી લાખ નિયામાં ફરતો ચાલ્યો આવ્યો છે. કારણ કે તેને સમ્યદર્શનને લાભ મળ્યો નથી. એ વાત જાતિરહિત જાણે, સમ્યફ રત્ન હાથ લાગ્યું હોય તો ભવમાં ભ્રમણ ન થાય.
पुणि पावइ लग्ग जिय पावइ गरयणिवासु । वे छडिवि अप्पा मुणइ तउ लव्भइ सिववासु ॥३२॥
પુણ્યબંધથી છવ સ્વગમાં જાય છે, પાપબ ધથી નરકમાં વાસ પામે છે. જે કોઈ પુણ્ય અને પાપ બનેમાથી મમતા છોડીને પોતાના આત્માને ધ્યાવે છે તે મેક્ષમાં નિવાસ પામે છે.
छहदव्वह जे जिणकहिआ णव पयत्थ जे तत्त । ववहारें जिणउत्तिया ते जाणियहि पयत्त ॥३५॥
શ્રી જિનેન્દ્ર જે છ દ્રવ્ય તથા નવપદાર્થ કહ્યા છે તેનું શ્રદ્ધાના વ્યવહારનયથી સમ્યફ ભગવાને કહ્યું છે તેને પ્રયત્નપૂર્વક જાણવા ગ્ય છે. तित्थहु देउलि देउ जिणु सव्व वि कोई भणेइ । देहादेउलि जो मुणइ सो बुह को वि हवेइ ॥४४॥
તીર્થસ્થાનમાં કે દેવાલયમાં શ્રી જિનેન્દ્ર દેવ છે એમ સૌ કોઈ કહે છે પરંતુ જે પિતાના શરીરરૂપી મંદિરમાં આત્મદેવને ઓળખે છે તે દેઈક વિરલા પંડિત છે.