________________
सा चाप्तात्स च सर्वदोपरहितो रागादयस्तेप्यतस्तं युक्त्या सुविचार्य सर्व सुखदं सन्तः श्रयन्तु श्रियै ॥९॥
સર્વ જીવ સત સુખને શીધ્ર ચાહે છે. તે સુખની પ્રાપ્તિ સર્વ કર્મના ક્ષયથી થાય છે. કર્મોને ક્ષય સમ્યફ ચારિત્રથી થાય છે. ચારિત્ર સભ્યજ્ઞાનથી નિશ્ચયે પ્રાપ્ત થાય છે. તે સમ્યજ્ઞાન આગમથી થાય છે. આગમ શ્રી જિનવાણીના ઉપદેશના આધારે છે. તે ઉપદેશ અરહત આમ પુરુષથી મલે છે. આ પુરુષ યથાર્થ તે છે કે જે રાગાદિ દેથી રહિત હેય. એટલા માટે હે સજને! સારી રીતે વિચાર કરીને સુખરૂપી લક્ષ્મીને માટે સાચા આપ્તપુરુષનું શરણ ગ્રહણ કરે.
शमबोधवृत्ततपसां पाषाणस्येव गौरवं पुंसः । पूज्यं महामणेरिव तदेव सम्यक्त्वसंयुक्तम् ||१५||
પુરુષને શાંતભાવ, જ્ઞાન, ચારિત્ર, તપ એ સર્વ સમ્યફ વિના પત્થરના ભાર સમાન છે. એની સાથે સમ્યકત્વ હોય છે તે મહામણિની પેઠે પૂજ્ય થઈ જાય.
अस्त्यात्माऽस्तमितादिवन्धनगतस्तद्वन्धनान्याखवैस्ते क्रोधादिकृताः प्रमादजनिताः क्रोधादयस्तेऽव्रतात् । मिथ्यात्वोपचितात् स एव समलः कालादिलब्धौ क्वचित्सम्यक्त्वव्रतदक्षताऽकलुषताऽयोगैः ऋमान्मुच्यते ॥२४१||
આત્મા છે તે અનાદિ કાલથી કર્મોથી બંધાયેલ છે. જેને બંધ આસોથી થાય છે, આસવ ક્રોધાદિથી થાય છે, કેધાદિ પ્રમાદથી થાય છે, પ્રમાદ હિંસા આદિ પાંચ અવતોથી થાય છે, એ અવ્રત મિથ્યાદર્શનથી પુષ્ટ થાય છે, એ જ મિથ્યાદર્શનથી આ જીવ મલિન છે, કાલ આદિની લબ્ધિ પામીને જે સમ્યગ્દર્શન, ચારિત્ર, વિવેક, કષાયરહિતપણુ પામે તો તે અનુક્રમે મુક્ત થઈ જાય, (૧૪) શ્રી દેવસેનાચાર્ય તત્ત્વસારમાં કહે છે –