________________
डहिऊण जहा अग्गी, विद्धंसदि सुवहुगं पि तणरासी । विद्धसेदि तवग्गी, तह कम्मतणं सुवहुगं पि ॥१८४९॥
જેમ અગ્નિ સળગીને બહુ તુણના ઢગલાને બાળી નાખે છે, તેમ તારૂપી અગ્નિ બહુ કાલનાં સચિત કર્મોને બાળી દે છે. धादुगदं जह कणयं, सुज्झइ धम्मतमग्गिणा महदा । सुज्झइ तवग्मिधम्मो, तह जीवो कम्म धादुगदो ॥१८५१॥
જેવી રીતે પાષાણુમા ભળેલું સોનું મહાન અગ્નિમા ધમવાથી શુદ્ધ થઈ જાય છે તેવી રીતે કર્મધાતુમા ભળેલ છવ મહાન તપરૂપી અગ્નિવડે ધમવાથી શુદ્ધ થઈ જાય છે.
एवं पिणद्धसंवर-, वम्मो सम्मत्तवाहणारूढो । सुदणाणमहाधणुगो, झाणादितवोमयसरेहिं ॥१८५३॥ संजमरणभूमीए, कम्मारिचमू पराजिणिय सव्वं । पावदि संजयजोहो, अणोवमं मोक्खरन्नसिरिं ॥१८५४॥
આ પ્રમાણે જે કાઈ સંયમી દ્ધો સંવરરૂપ બખ્તર પહેરીને સમ્યગ્દર્શનરૂપ વાહન ઉપર ચઢીને, શ્રુતજ્ઞાનરૂપી મહા ધનુષદ્વારા ધ્યાનમયી તપનાં બાણેને સંયમરૂપી રણભૂમિમાં કર્મરૂપી વેરી ઉપર ચલાવીને સર્વ કર્મની સેનાને જીતી લે છે તે જ અનુપમ મેક્ષની રાજલક્ષ્મીને પામે છે,
णिजियदोसं देवं, सव्वजीवाण दयावरं धम्म । वजियगंथं च गुरु, जो मण्णदि सो हु सहिठी ॥१॥
સમ્યગ્દષ્ટિ તે કહેવાય છે કે જે દેષરહિત દેવને, સર્વ જીવો ઉપર દયા કરવાવાળા ધર્મને, અને પરિગ્રહરહિત ગુરુને માને છે. (૧૩) શ્રી ગુણભદ્રાચાર્ય આત્માનુશાસનમાં કહે છે –
सर्वः प्रेप्सति सत्सुखाप्तिमचिरात् सा सर्वकर्मक्षयात् । सवृत्तात्स च तच बोधनियतं सोप्यागमात् स श्रुतेः ॥