________________
णगरस्स जह दुवारं, मुहस्स चक्खू तरुस्स जह मूलं । तह जाण सुसम्मत्तं, णाणचरणवीरियतवाणं ॥७४०॥
જેમ નગરની શોભા દરવાજાથી, મુખની શોભા ચક્ષુથી, અને વૃક્ષની સ્થિરતા મૂલથી છે તેમ જ્ઞાન, ચારિત્ર, તપ અને વીર્યની શોભા સમ્યગ્દર્શનથી છે.
सम्मत्तस्स य लंभो, तेलोकस्स यह वेज जो लंभो । सम्मइंसणलंभो, वरं खु तेलोकलंभादो ।।७४६।। लद्धण य तेलोकं, परिवडदि परिमिदेण कालेण । लद्धण य सम्मत्तं, अक्खयसोक्खं लहदि मोक्खं ॥७४७॥
એક તરફ સમ્યગ્દર્શનને લાભ થતું હોય અને બીજી બાજુ ત્રણ લેકનું રાજ્ય મળતુ હોય તે પણ ત્રણ લેકના લાભ કરતાં સમ્યગ્દર્શનને લાભ શ્રેષ્ઠ છે. ત્રણ લેકનું રાજ્ય પામીને પણ અમુક નિશ્ચિતકાલ પછી ત્યાંથી પતન થશે અને જે સમ્યગ્દર્શનને લાભ થઈ જાય તે અવિનાશી મેલસુખ પ્રાપ્ત થશે.
विधिणा कदस्स सस्स-, स्स जहा णिप्पादयं हवदि वास । तह अरिहादियभत्ती, गाणचरणदसणतवाणं ।।७५५।।
વિધિ સહિત વાવેલું અન્ન જેમ વર્ષોથી ઊગી નીકળે છે, તેમ અરહત આદિની ભક્તિથી જ્ઞાન, ચારિત્ર, સમ્યકત્વ અને તપની ઉત્પત્તિ હોય છે.
जो अमिलासो विसए-,सु तेण ण य पावए सुहं पुरिसो। पावदि य कम्मबंध, पुरिसो विसयामिलासेण ॥१८२७॥
જે પુરુષ પાચ ઈન્દ્રિોના વિષયમાં અભિલાષા કરે છે તે આત્મસુખને પામી શકતા નથી. વિષયેની અભિલાષાથી તે પુરુષ કર્મને બંધ કરે છે.