________________
૧૧. ઉપશાંત મોહમાં–૧૭ માંથી ૧૬ જતાં એક સાતાવિદનીયને બંધ થાય છે. જ્ઞાનાવરણ ૫, + દર્શનાવરણ ૪, + અંતરાય ૫, + ઉચ્ચગેત્ર, + શ = ૧૬.
આગલાં બે ગુણસ્થાનમાં પણ સાતાદનીયને બંધ થાય છે.
આ ઉપરના કથનથી સિદ્ધ થાય છે કે સમ્યક્ત્વી જેમ જેમ ગુણસ્થાનોમાં વધતો જાય છે તેમ તેમ ઓછાં કર્મોને બંધ કરે છે. મંદ કષાયમાં બંધોગ્ય કર્મોમાં સ્થિતિ થોડી પડે છે અને પુણ્યને અધિક બંધ થાય છે તથા તેમાં અનુભાગ અધિક પડે છે.
સમ્યગ્દર્શનને અપૂર્વ મહિમા છે. સમ્યફલ્વી સદા સંતોષી રહે છે. એક ચંડાલ પણ સમ્યકત્વના પ્રભાવથી મરીને સ્વર્ગમાં ઉત્તમ દેવ થાય છે. નારકી પણ સમ્યકત્વના પ્રભાવથી ઉત્તમ માનવ થાય છે. સમ્યફGી અહીં પણ સુખી રહે છે અને ભવિષ્યમાં પણ સુખી રહે છે. તે તે મેક્ષના પરમોત્તમ મહેલના અનુયાયી થઈ ગયા છે. માર્ગમાં કદી વિશ્રામ કરે તો ઉત્તમ દેવ કે ઉત્તમ મનુષ્ય જ થવાના. બંને લોકમાં સુખકારી આ સમ્યકત્વને લાભ કર જરૂર છે. જે પુરુષાર્થ કરશે તે કેઈ ને કોઈ દિવસ પ્રાપ્ત કરશે. સમ્યક્ત્વને પુરુષાર્થ સદાય કલ્યાણકારી છે.
સમ્યગ્દર્શન અને તેના મહામ્ય વિષે નિથ આચાર્યો જેવાં કેવાં મનહર વાક્ય કહે છે તેનું કથન નીચે પ્રકારે છે:-પાઠકગણ આનંદ લઈને તૃપ્તિ પ્રાપ્ત કરે.
(૧) શ્રી કુન્દકુન્દાચાર્ય પંચાસ્તિકાયમાં કહે છે – जीवोत्ति हवदि चेदा उवओगविसेसिदो पहू कत्ता । મોત્તા ય ફેરો ન હિ મુત્તો વસંgો ૨૦ ||
આ જીવ જીવવાવાળે છે, ચેતનાવાળે અથવા અનુભવ કરવાવાળે છે, જ્ઞાનદર્શન ઉપયોગને ધારક છે, સ્વયં સમર્થ છે, કર્તા છે, ભોક્તા છે, શરીરમાત્ર આકારધારી છે, અમૂર્તિક છે, સંસાર અવસ્થામાં કર્મ સહિત છે.