________________
૪૭
दव्वं सहावसिद्धं सदिति जिणा तच्चदो समक्खादो । सिद्धं तध आगमदो णेच्छदि जो सो हि परसमओ ॥६-२॥
દ્રવ્ય સ્વભાવથી સિદ્ધ છે. સત્ રૂપ છે એવું જિતેન્દ્ર તત્વરૂપથી , કહ્યું છે, આગમથી પણ એ સિદ્ધ છે એવું જે નથી માનતા તે નિયમથી મિથ્યાદષ્ટિ છે.
समवेदं खलुदव्वं संभवठिदिणाससण्णिदढेहिं । एकम्मि चेव समये तम्हा दव्वं खु तत्तियं ।। १०-२ ॥
દરેક દ્રવ્ય એક જ સમયે ઉત્પાદ વ્યય ધ્રૌવ્ય ભાથી એકમેક છે. એટલા માટે દ્રવ્ય ઉત્પાદ વ્યય ધૌવ્યરૂપ ત્રણ પ્રકારે છે. पाडुन्भवदि अण्णो पज्जाओ पज्जओ वयदि अण्णो । दव्वस्स तंपि दव्वं णेव पणटुं ण उप्पण्णं ॥ ११-२॥
કઈ પણ દ્રવ્યને જ્યારે કોઈ પર્યાય કે અવસ્થા પેદા થાય છે ત્યારે બીજે પહેલા પર્યાય નાશ પામે છે તે પણ મૂળ દ્રવ્ય નથી નાશ પામતું કે ઉત્પન્ન થતું. પર્યાયની અપેક્ષાએ દ્રવ્ય ઉત્પાદ વ્યયરૂપ છે, દ્રવ્યની અપેક્ષાએ ધ્રુવ છે.
आदा कम्ममलिमसो परिणाम लहदि कम्मसंजुन्तं । तत्तो सिलिसदि कम्मं तम्हा कम्मं तु परिणामो ॥ २९-२॥
આ આત્મા અનાદિકાલથી કર્મોથી મલિન ચાલ્યા આવ્યા છે, તેથી રાગદ્વેષ મેહરૂપ સંગમય ભાવને ધારણ કરે છે. રાગાદિ ભાના નિમિત્તથી પુદ્ગલ કર્મ સ્વયં બધાઈ જાય છે. એટલા માટે રાગાદિ ભાવ જ ભાવકર્મ છે અથવા કર્મબંધકારક ભાવ છે.
आदा कम्ममलिमसो धारदि पाणो पुणो पुणो अण्णो । ण जहदि जाव ममत्तं देहपधाणेसु विसएसु ॥ ६१-२ ॥
આ કર્મોથી મલિન આત્મા જ્યાં સુધી શરીરાદિ ઈન્દ્રિયોના વિષયો ઉપરના મમત્વભાવને છોડતો નથી, ત્યાં સુધી વારંવાર