________________
૪૩૫
ચિરકાલનાં બાંધેલાં કર્મોની રજ તપદારા ખરી જાય છે, એમ જાણીને બે પ્રકારના બાહ્ય અને અત્યંતર તપઠારા નિત્ય આત્માની ભાવના કરવી એગ્ય છે. (૮) શ્રી વરસ્વામી મૂલાચારના સમયસાર અધિકારમાં કહે છે -
सम्मत्तादो णाणं णाणादो सवभावउवलद्धी । उवलद्धपयत्यो पुण सेयासेयं वियाणादि ॥१२॥ सेयासेयविदण्हू उद्बुददुस्सील सीलवं होदि । सीलफलेणब्भुदयं तत्तो पुण लहदि णिव्वाणं ॥१६॥
સમ્યગદર્શન થવાથી સમ્યજ્ઞાન થાય છે. સમ્યજ્ઞાનથી સર્વ પદાર્થોનું યથાર્થ જ્ઞાન થાય છે. જેને પદાર્થોનું ભેદવિજ્ઞાન છે તે હિતકર અને અહિતકર ભાવેને બરાબર જાણે છે. જે શ્રેય અશ્રેયને જાણે છે તે કુઆચાર (કુશીલ) ને છોડી દે છે. શીલવાન થઈ જાય છે. શીલના થિી સંપૂર્ણ ચારિત્રને પામે છે. પૂર્ણ ચારિત્રને પામીને નિર્વાણને પ્રાપ્ત કરી લે છે.
णाणविण्णाण संपण्णो झाणझणतवोजुदो । कसायगारवुम्मुक्को संसारं तरदे लहुं ।।७७॥
જે જ્ઞાન અને ચારિત્રસંપન્ન થઈ ધ્યાન, સ્વાધ્યાય અને તપમાં લીન છે તથા કષાય અને અભિમાનથી મુકત છે તે શીધ્ર સંસારથી તરી જાય છે. (૯) શ્રી વરસ્વામી મૂલાચાર પચાચારમાં કહે છે -
णेहोउप्पिदगत्तस्स रेणुओ लग्गदे जधा अंगे । तह रागदोससिणेहोल्लिदस्स कम्मं मुणेयव्वं ॥३९॥
જેવી રીતે તેલથી ચીકણા શરીરપર ધૂળ ચાટી જાય છે તેવી રીતે રાગ, દ્વેષરૂપી તેલથી જે લિપ્ત છે તેને કર્મને બંધ બંધાઈ જાય છે.