________________
એ કારણથી આ આત્મા પિતાનાજ ભાવને કર્તા છે, પુદ્ગલકકૃત સર્વ ભાવોને કદી પણ કર્તા નથી. णिच्छयणयस्स एवं आदा अप्पाणमेव हि करेदि । वेदयदि पुणो तं चेव जाण अत्ता दु अत्ताणं ।। ८३ ॥
નિશ્ચયનયથી આત્મા પિતાનાં જ પરિણામને કર્તા છે. અને પિતાના આત્મસ્વરૂપને જ જોક્તા છે,
ववहारस्स दु आदा पुग्गलकम्मं करेदि णेयविहं । तं चेव य वेदयदे पुग्गलकम्म अणेयविहं ॥ ८४ ॥
વ્યવહારનયને એ અભિપ્રાય છે કે આ આત્મા અનેક પ્રકારનાં પુદ્ગલકમેને કર્તા છે તેમજ અનેક પ્રકારનાં પુદ્ગલકને ભોક્તા છે.
जीवो ण करेदि घडं णेव पडं णेव सेसगे दवे । । जोगुवओगा उप्पादगा य सो तेसि हवदि कत्ता ॥ १००॥
નથી જીવ ઘટને બનાવો કે નથી પટને બનાવો કે નથી અન્ય દ્રવ્યોને બનાવતે. જીવના રોગ અને (અશુદ્ધ) ઉપયોગ જ ઘટાદિ ઉત્પન્ન કરવામાં નિમિત્ત છે. અશુદ્ધ નિશ્ચયનયથી તે યોગ અને ઉપગને છવ કર્તા કહેવાય છે.
उवभोगमिदियेहिं दव्वाणंचेदणाणमिदराणं । जं कुणदि सम्मदिट्ठी तं सव्वं णिज्जरणिमित्तं ॥ १९३ ॥
સમ્યગદષ્ટિ આત્મા જે પાચે ઇન્દ્રિો દ્વારા ચેતન અચેતન દ્રવ્યને ઉપભોગ કરે છે તે સર્વ કર્મોની નિર્જરાનું નિમિત્ત થાય છે. સમ્યગ્દષ્ટિ અંતરંગમાં કેાઈ પદાર્થમાં આસકત નથી. એટલા માટે તેમને કર્મ ફળ આપીને ખરી જાય છે. તે સંસારના કારણભૂત કર્મબંધ કરતા નથી, રાગભાવને અનુસાર કવચિત કર્મ બંધાય છે તે પણ છૂટવાવાળું છે.