________________
૪૧૧
અંગ છે. અતીન્દ્રિય આનન્દમાં મગ્ન રહે છે એ નિકાંક્ષિત અંગ છે. આત્મસ્વરૂપની નગ્નતામાં સામ્યભાવનું અવલંબન કરે છે તે નિર્વિચિકિત્સા અગ છે. આત્માના સ્વરૂપમા મૂઢતા રહિત છે, યથાર્થ આત્મબેધ સહિત છે તે અમૂઢદષ્ટિ અંગ છે. આત્મિક સ્વભાવની સ્થિરતામાં લીન છે, પરભાવને ગ્રહણ કરતા નથી તે ઉપગૃહન અંગ છે. આત્મામાં આત્માદ્વારા સ્થિર છે તે સ્થિતિકરણ અંગ છે. આત્માનંદમાં ભ્રમરની માફક આસક્ત છે તે વાત્સલ્ય અંગ છે. આત્મિક પ્રભાવના વિકાસમાં કાળજી રાખે છે તે પ્રભાવના અંગ છે.
સમ્યકૂવીની અંદર બીજા પણ આઠ લક્ષણ પ્રગટ થાય છે. એ આઠ લક્ષણોથી પણ સભ્યત્વી ઓળખાય છે.
(૧) સગ–સંસાર, શરીર અને મેગે પ્રત્યે વૈરાગ્ય સહિત આત્મિકધર્મ અને તેનાં સાધનો પ્રત્યે સમ્યફવીને ઘણે જ પ્રેમ હોય છે, તે ધર્મના પ્રેમમાં રંગાએલા હેય છે
(૨) નિવેદ–સસાર અસાર છે, શરીર અપવિત્ર છે, ભગ અતુતિકારી અને વિનાશી છે એવી ભાવના સમ્યફીમાં જાગ્રત રહે છે.
(૩) નિન્દા – (૪) ગોં–સમ્યકત્વી પોતાના મુખથી પિતાની પ્રશંસા કરતા નથી. તે જાણે છે કે જે કે મારે આત્મા સિદ્ધસમ શુદ્ધ છે તથાપિ હમણાં કર્મમલથી અશુદ્ધ થઈ રહ્યો છું.
જ્યાં સુધી પૂર્ણ શુદ્ધ ન થાય ત્યાં સુધી હું નિન્દાને યોગ્ય છું. એમ જાણીને પિતાના મનમાં પણ પિતાની નિન્દા કરતા રહે છે. તથા બીજાઓની આગળ પણ પિતાની નિન્દા કરતા રહે છે. જો કઈ તેમના ધર્માચરણની પ્રશંસા કરે છે તે પિતાની ખામી સામી આગળ કરે છે. જે કાંઈ વ્યવહાર ધર્મસાધન કરે છે તેમાં અહંકાર કરતા નથી.
(૫) ઉપશમ –સમ્યકત્વીના આત્મામાં પરમ શાંત ભાવ રહે છે, તે અંતરથી શીતળ રહે છે. કેઈ પર ઠેષ કરતા નથી. જે કદી