________________
૧૨
કારણવશાત ધ આવી જાય તે પણ તેમને હેતુ સાર હેય છે અને ધને પણ શીઘ દૂર કરીને શાંત થઈ જાય છે
(૬) ભક્તિ –સમ્યક્ત્વી દેવ શાસ્ત્ર ગુરુના પરમ ભક્ત હોય છે. પરમ ભક્તિથી પૂજન પાઠ કરે છે. શાસ્ત્ર અભ્યાસ કરે છે, ગુરુભક્તિ કરે છે, ધર્માત્માનો યથાયોગ્ય વિનય કરે છે.
(0) વાત્સલ્ય – ધર્મ અને ધર્માત્માઓમાં ગાય-વાછરડાની માફક પ્રેમ રાખે છે. ધર્મ ઉપર કે ધર્માત્માઓ ઉપર કાઈ આપત્તિ આવે તો તેને દૂર કરવાનો મન, વચન, કાયાથી અથવા ધનથી કે અધિકાર-બળથી જેમ બને તેમ પ્રયત્ન કરે છે.
(૮) અનુકંપા –સમ્યકત્વી પરમ દયાળુ હોય છે. બીજા પ્રાણિ ઉપર જે દુઃખ પડે છે તેને પિતાનું જ દુઃખ સમજે છે તેને દૂર કરવું કરાવવું પિતાને ધર્મ સમજે છે.
એવા સમ્યકત્વી જીવ પોતાના વર્તનથી જગત આખાને પ્રિય બની જાય છે. અને સંતોષી રહે છે. અન્યાયથી ધન કમાવું તે પાપ સમજે છે. ન્યાયપૂર્વક જે પ્રાપ્ત કરે છે તેમાંથી પોતાને અને પિતાના સંબંધીઓને નિર્વાહ કરે છે, દેવાથી દૂર રહે છે. કરજદાર એ આકુલિત રહે છે કે તે ધર્મકર્મમાં વર્તન કરી શકતો નથી. આવકથી ઓછું ખર્ચ કરનાર સદા સુખી રહે છે, અવિરત સમ્યફી પણ ચેથા ગુણસ્થાનમાં એવાં કર્મોને બંધ કરતા નથી કે જેથી નર્કમાં જઈ શકે કે એકેન્દ્રિયાદિ તિર્યંચ થઈ શકે દેવ હેય તે. ઉત્તમ ચતુષ્ય થવાને અને મનુષ્ય હોય તો સ્વર્ગવાસી ઉત્તમ દેવ થવાને જ કર્મ બંધ બાંધે છે.
આઠ કમની ૧૪૮ પ્રકૃતિઓ –આઠ કર્મોના ૧૪૮ ભેદ નીચે પ્રકારે છે.
જ્ઞાનાવરણના પાંચ ભેદ–મતિ જ્ઞાનાવરણ, કૃતજ્ઞા, અવ