________________
૪૦૮
નથી આવી અને જિનાગમથી જાણવામાં આવે છે તેના ઉપર અ8દાન કરતા નથી તથાપિ તેને જ્ઞાની દ્વારા સમજવાનો ઉદ્યમ કરે છે, તથા તેમને નીચે જણાવેલા સાત પ્રકારના ભય એવી રીતે નથી હતા કે જેથી શ્રદ્ધા વિચલિત થઈ જાય, ચારિત્ર મેહના ઉદયથી જે કદી કોઈ ભય હેય છે તે તેને વસ્તુ સ્વરૂપ વિચારી આત્મબલની સ્કૃતિથી દૂર કરે છે.
(૧) આ લોકને ભય-હું આ ધર્મકાર્ય કરીશ તે લેક નિદા કરશે માટે નહિ કરું એ ભય સમ્યફલ્હી કરતા નથી. તે શાસ્ત્રની આજ્ઞા માનીને જેથી લાભ થાય તે કામને લેકના ભયના કારણે છોડી દેતા નથી.
(૨) પરલોકનો ભય–જો કે સમ્યક્ત્વી દુર્ગતિએ જવા યોગ્ય કામ કરતા નથી તથાપિ તે પિતાના આત્માની અંદર એવી દઢ શ્રદ્ધા રાખે છે કે તેને એ ભય નથી થતો કે જે નદિમાં ગયા તે ભારે દુઃખ ખમવાં પડશે. તે શારીરિક કષ્ટથી ગભરાતા નથી તેમ વિષય સુખના લુપી હેતા નથી–પોતાના કર્મોદય ઉપર સતિષ રાખતાં પરલેકની ચિંતાથી ભયભીત થતા નથી.
(૩) વેદના ભય–તે રેગ ન થાય તે યત્ન કરે છે. મર્યાદાપૂર્વક ખાનપાન, નિયમિત આહાર, વિહાર, નિકાનાં સાધન કરે છે તથાપિ ભયાતુર થતા નથી કે રેગ આવી જશે તે હું શું કરીશ? તે સમજે કે જે અસાતા વેદનયના તીવ્ર ઉદયથી રાગ આવી જશે તે કર્મની નિર્જરા જ થશે એમ સમજીને ભયરહિત રહે છે, રોગ થાય છે ત્યારે યથાર્થ ઈલાજ કરે છે.
(૪) આરક્ષા ભય–જે સમ્યફવી એકલા હોય અથવા ક્યાંક પરદેશમાં એકલા જાય તે તે એ ભય નથી કરતા કે મારી રક્ષા અહીં કેમ કરીને થશે ? હું મારા પ્રાણની કેમ કરીને રક્ષા કરીશ? તે પોતાના આત્માના અમરત્વ ઉપર અને તેના ચિરસુરક્ષિત ગુણ રૂપી સંપત્તિ ઉપર પિતાને દઢ વિશ્વાસ રાખે છે. તેથી મારી રક્ષક