________________
છું, દેહપ્રમાણ માટે આકાર છે તે પણ દેહથી આકાશની સમાન જુદો છું,
(૧૧) શ્રી અમૃતચંદ્રાચાર્યત પુરુષાર્થસિહયુપાયમાંથી – अस्ति पुरुपश्चिदात्मा विवर्जितः स्पर्शगधरसवर्णैः । । गुणपर्ययसमवेतः समाहितः समुदयव्ययध्रौव्यैः ॥ ९॥
આ આત્મા તન્યસ્વરૂપ છે, સ્પર્શ, રસ, ગધ અને વર્ણથી રહિત છે, જ્ઞાનાદિ ગુણ અને તેના શુદ્ધ પર્યાયવંત છે. પરિણામ અપેક્ષાએ ઉત્પાદ, વ્યય સ્વરૂપ છે અને સ્વભાવે ધ્રૌવ્ય સ્વરૂપ છે.
(૧૨) શ્રી અમૃતચંદ્રાચાર્યકૃત તત્ત્વાર્થસારમાંથી – कस्याऽपत्यं पिता कस्य कस्याम्वा कस्य गेहिनी । एक एव भवाम्भोधौ जीवो भ्रमति दुस्तरे ॥ ३४-६ ॥
કેને પુત્ર, કે પિતા, કેની માતા અને કેની સ્ત્રી ? આ જીવ એકલે જ આ દસ્તર સંસાર સમુદ્રમાં ભ્રમણ કરે છે.
अन्यः सचेतनो जीवो वपुरन्यदचेतनम् । हा तथापि न मन्यन्ते नानात्वमनयोजनाः ॥ ३५-६ ॥
આ જીવ સચેતન છે, શરીરથી અન્ય ભિન્ન છે, શરીર અચેતન છે, જીવથી જુદું છે. પણ ખેદની વાત છે કે મનુષ્ય બનેનું #ભિન્નત્વ સમજતા નથી, જાણતા નથી.
(૧૩) શ્રી અમૃતચંદ્રાચાર્યવૃત સમયસારકલશમાંથી – आत्मस्वभावं परभावमिन्नमापूर्णमाद्यन्तविमुक्तमेकं । विलीनसङ्कल्पविकल्पजालं प्रकाशयन शुद्धनयोऽभ्युदेति ॥१०-१३
શુદ્ધ નિશ્ચયમયથી વસ્તુતાએ આ આત્માને સ્વભાવ રાગાદિ પરભાવથી ભિન્ન છે, પિતાના જ્ઞાનદિગુણોથી પૂર્ણ છે, અનાદિ અનંત છે, એક અખંડ છે, સંકલ્પ વિકલ્પની જાળથી રહિત છે અને સદા જ્ઞાનતિથી, સ્વપરપ્રકાશમાન છે. . -