________________
૮
અથાર્થ જ્ઞાન કેઈ એક બુદ્ધિમાનને થશે અને તે અવશ્ય કપડાને સ્વચ્છ કરી દેશે. એ પ્રકારે આ આત્મા બંને નથી જાણવાગ્ય છે. નિશ્ચય નયથી આ આત્મા તદ્દન ભિન્ન, એકલે, સિદ્ધ સમાન શુદ્ધ છે; જ્ઞાતા છે, દષ્ટા છે, નિર્વિકાર છે, વીતરાગ છે, અતિક છે, પરમાનંદમય છે, એનામાં કઈ મલિનતા કે અશુદ્ધતા છે નહિ નથી એને આઠ કર્મનું બંધન, નથી એને રાગદ્વેષ ધાદિ ભાવકર્મ કે નથી એને શરીરાદિ કર્મ. એને મન નથી, વચન નથી કે કાયા પણ નથી. એ તે એકાકી સ્વતંત્ર પરમ શુદ્ધ સ્ફટિકમણિના સમાન છે.. આ આત્મવ્યને નિજ સ્વભાવ છે, મૂળ સ્વભાવ છે, નિજ તત્ત્વ છે. * વ્યવહાર નથી આ આપણે આત્મા કર્મબંધુ સહિત છે, પાપ પુણ્યવાળે છે. સુખ દુઃખને ભોગવે છે. ક્રોધાદિ ભાવોમાં પરિણમે છે. ઈદિ અને મનથી બહુ જ અલ્પ જાણે છે. એ ઘણું વાતથી અજાણ અજ્ઞાની છે. વર્તમાનમાં પુગલના સંગે, જે એની અશુદ્ધ સાંસારિક અવસ્થા થઈ રહી છે એ વાતનું જ્ઞાન વ્યવહાર નય કે પર્યાય દષ્ટિદ્વારા જોવાથી થાય છે. બંને વાતે પિતપોતાની અપેનક્ષાથી સત્યાર્થ છે.
આત્માને સ્વભાવ શુદ્ધ છે, વિભાવ અશુદ્ધ છે. જે નિશ્ચય નયને પક્ષ ગ્રહણ કરી આત્માને સર્વથા શૂદ્ધ માની લે તે આત્માને શુદ્ધ કરવાને ક્યારેય પણ પ્રયત્ન થઈ શકશે નહિ. જે વ્યવહાર નયને પક્ષ ગ્રહણ કરીને આત્માને સર્વથા અશુદ્ધ માની લે તે પણ આત્માને શુદ્ધ કરવાનો પ્રયત્ન થઈ શકશે નહિ. નિશ્ચય નયથી સ્વસ્વભાવે આત્મા શુદ્ધ હોવા છતાં વ્યવહારનયથી વિભાવમાં પરિણમી રહ્યો છે તેથી અશુદ્ધ છે, એ અશુદ્ધતા પુગલના સંચાગથી છે, -તેથી એ સાગને દૂર કરી શકાય છે એ ભાવ-સમજણ જ્યારે થશે ત્યારે જ આત્માને શુદ્ધ કરવાનો પ્રયત્ન થઈ શકશે. આ જ આત્માનું સાચું જ્ઞાન છે. આત્માના સ્વભાવમાં રહેવું એ જ આત્માની