________________
૩૯.
સાતમે અધ્યાય.
સમ્યગ્દર્શન અને તેનું મહાગ્ય,
આટલી વાત તે કહેવાઈ ચૂકી છે કે આ સંસાર અસાર છે, દેહ અપવિત્ર અને ક્ષણિક છે, ઈન્દ્રિોના ભોગ અખિકારક અને નાશવંત છે. સહજસુખ આત્માને સ્વભાવ છે, તથા તે સહજ સુખનું સાધન એક આત્મધ્યાન છે, એને રત્નત્રયધર્મ પણ કહે છે. એમાં સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક ચારિત્રની એકતા છે. આત્માના શુદ્ધ સ્વભાવનું યથાર્થ શ્રદ્ધાન તે નિશ્ચય સમ્યગ્દર્શન છે. તેનું વિશેષ વર્ણન ઉપયોગી જાણીને કરવામાં આવે છે, કારણ કે આત્મજ્ઞાનને મુખ્ય હેતુ સમ્યગ્દર્શન જ છે, સમ્યગ્દર્શન વિના જ્ઞાન ઉજ્ઞાન છે, ચારિત્ર, કુચારિત્ર છે, સમ્યગદર્શન વિના સર્વ સાધન મિથ્યા છે. જેમ મૂળ વિના વૃક્ષ હેતું નથી, પાયા વિના મકાન બનતું નથી, એકડા વિનાનાં મીડાની કંઈ કિંમત હૈતી નથી તેમ સમ્યફવ વિના કોઈ પણ ધર્મક્રિયાને યથાર્થ કહી શકાતી નથી.
સમ્યગ્દર્શન વસ્તુતાએ આત્માને એક ગુણ છે. એ આત્મામાં સદા કાળ રહે છે. સંસારી આત્માની સાથે કમેને સચોગ પણ પ્રવાહની અપેક્ષાએ અનાદિકાળથી છે. એ કમાં એક મેહનીય કર્મ છે. તેના બે ભેદ છે દર્શન મેહનીય અને ચારિત્ર મેહનીય. દર્શન
હનીયના ત્રણ ભેદ છે. મિથ્યાત્વકર્મ (મિથ્યા મોહનીય) સમ્ય મિથ્યાત્વકર્મ (મિશ્રમેહનીય) અને સમ્યક્ત્વમેહનીય કર્મ (સમ્યક્ત્વ પ્રકૃતિ). જે કર્મના ઉદયથી સમ્યગદર્શન ગુણનું વિપરીત પરિણમન થાય, મિથ્યાદર્શનરૂપ થાય, જે વડે આત્મા કે અનાત્માનું ભેદવિજ્ઞાન ઉત્પન્ન થઈ શકે નહિ તે મિથ્યાત્વકાર્ય છે. જેના ઉદયથી સમ્યગ્દર્શન અને મિથ્યાદર્શનના મિશ્ર પરિણામ થાય તે કર્મને સમ્યગમિથ્યાત્વ