________________
નાશ થશે નહિ. જગતમાં પુગલોને એકત્ર કરીને મકાન બનાવે છે. જ્યારે મકાનને તેડે છે ત્યારે પુગલ ઈંટ, ચૂનો, લાકડું, લોઢું અલગ થઈ જાય છે. વિચારતાં પણ એ દેખવામાં આવશે અથવા પ્રત્યક્ષઅનુભવમાં આવશે કે જગતમાં દશ્ય પદાર્થ છે તે પુગલના મેળાપથી થાય છે. જ્યારે તે બગડે છે ત્યારે પુગલને ધ વિખરાઈ જાય છે. એક પરમાણુને પણ લેપ થઈ જતો નથી. મકાન, વાસણ, કપડાં, ખુરસી. મેજ, કલમ ખડીઓ, કાગળ, પુસ્તક, બાજ, પલંગ પાલખી, ગાડી, મોટર, રેલગાડી, પં શેત્રુંજી, ફાનસ, સાકળ, આભૂષણ આદિ પુદગલની રચના છે, તે તૂટે છે તે અન્ય દશામાં થઈ જાય છે. આપણું આ શરીર પણ પુદગલ છે, પુગલના સ્ક ધોના મેળાપથી બન્યુ છે. જ્યારે મડદું થઈ જાય છે ત્યારે પુગલના. સકંધ શિથિલ પડી જાય છે, વિખરાઈ જાય છે, બાળી નાખે છે ત્યારે કેટલાક પવનથી ઊડી જાય છે, કેટલાક પડી રહે છે. પુગમાં એ દેખવામાં આવે છે કે તે અવસ્થાઓ પલટાતાં છતાં મૂળ દ્રવ્ય કાયમ રહે છે. એ માટે સતનું લક્ષણ એ છે કે જેમાં ઉત્પાદ વ્યય ધ્રૌવ્ય એ ત્રણે સ્વભાવ એક જ સમયે હેય. દરેક પદાર્થની અવસ્થા સમયે સમયે પલટાય છે. સ્થૂલ બુહિમા ઘણી વાર પછી પલટાતી માલૂમ પડે છે. એક નવું મકાન બનાવવામાં આવ્યું છે તે તે જ ક્ષણથી જૂનું થતું જાય છે. જયારે વર્ષ બે વર્ષ વીતી જાય ત્યારે સ્થળમાં જ થઈ રહ્યું છે. એક મિઠાઈ તાજી બની છે, એક દિન પછી વાસી ખાવાથી સ્વાદ તાજીની અપેક્ષાએ બદલાયેલે માલૂમ પડે છે. તે એકદમ બદલાયો નથી, બનવાના સમયથી જ બદલાતો આવ્યો છે, એક બાળક જન્મ સમયે નાને હેય છે. ચાર વર્ષ વીત્યા પછી મેંટ થઈ જાય છે તે એકદમ મોટા થઈ ગયે નથી. તેની દશાનું પલટાવું નિરંતર થતું રહ્યું છે, તે બાળક દર સમયે વધતો ચાલ્યા આવ્યો છે. જૂની અવસ્થાને નાશ થઈને નવી અવસ્થાની ઉત્પત્તિ