________________
આ શ્રેણિથી છવ તત્વજ્ઞાન પામીને જ્યારે સમ્યગદષ્ટિ થાય છે, ત્યારે અનતાનુબંધી ચાર કષાય તથા મિથ્યાત્વકર્મને ઉપશમ કરીને ઉપશમ સમ્યગ્દષ્ટિ થાય છે. આ ઉપશમ અર્થત ઉદ્યને દબાવી દેવું તે એક અંતમુહૂર્તથી અધિક થતું નથી. ઉપશમ સમ્યફત્વના વખતમાં મિથ્યાત્વકર્મનાં પુગલના ત્રણ વિભાગે થઈ જાય છે-મિથ્યાત્વ, સમ્યગુમિથ્યાત્વ અને સમ્યફ મેહનીય. અંતમુહૂર્ત પૂરું થતાં પહેલાં જે એકદમ અનંતાનુબંધી કષાયને ઉલ્ય આવી જાય તે મિથ્યાત્વનો ઉદય ન થાય ત્યાં સુધી આ જીવ, ઉપશમ સમ્યફથી પામેલા અવિરત સમ્યક્ત્વગુણસ્થાનથી પડીને, બીજા સાસાદન ગુણસ્થાનમાં રહે છે. જો કદાચિત મિથ્યાત્વને ઉદય આવ્યો તે ચોથેથી એકદમ પહેલા ગુણસ્થાનમાં આવી જાય છે. જે સમ્યગૃમિથ્યાત્વને ઉદય આવે તો એથેથી ત્રીજા મિશ્રગુણસ્થાનમાં આવી જાય છે. જે ઉપશમ સમ્યકત્વને સમ્યક્ત્વ મેહનીયને ઉદય આવી જાય તે ઉપશમ સમ્યકત્વને બદલે ક્ષાપશમ કે વેદક સમ્યકત્વ થઈ જાય છે. ગુણસ્થાન ચોથું જ રહે છે.
(૨) સાસાદને ગુણસ્થાન –ાથેથી પડવાથી થાય છે. પછી મિથ્યાત્વમાં નિયમથી આવી પડે છે. અહીં ચારિત્રની શિથિલતાના ભાવ હેય છે.
(૩) મિશ્રગુણસ્થાન –ચોથેથી પડવાથી અથવા પહેલેથી ચડવાથી પણ થાય છે. અહીં સમ્યકત્વ અને મિથ્યાત્વના મિશ્ર પરિણમ દૂધ અને ગાળના મિશ્ર પરિણામના જેવા થાય છે. સત્ય અસત્ય બને શ્રદ્ધા મિશ્ર રૂપે હોય છે. અંતર્મુહૂર્ત રહે છે. પછી પહેલામાં આવે છે કે ચેથામાં ચઢી જાય છે.
(8) અવિરત સમ્યકત્વ:–આ ગુણસ્થાનમાં ઉપશમ સમ્યફથી અંતર્મુહૂર્ત રહે છે. ક્ષપશમ સમ્યફી વધારે પણ રહે છે. જે અનંતાનુબંધી કષાય અને દર્શન મેહનીયની ત્રણે પ્રકૃતિઓને