________________
૩૮૮
(૧૦) સૂક્ષ્મસાપરાય:-અહીં ધ્યાની મહાત્માને એક સૂમ લોભને જ ઉલ્ય રહે છે, તેનો સમય પણ અંતમુહૂર્તથી અધિક નથી.
(૧૧) ઉપશાતમેહજ્યારે મેહકમ બિલકુલ દબાઈ જાય છે ત્યારે આ અવસ્થા અંતર્મુહૂર્ત માટે થાય છે. યથાખ્યાત ચારિત્ર અથવા આદર્શ વિતરાગતા પ્રગટ થાય છે.
(૧૨) ક્ષીણમેહ –મેહને બિલકુલ ક્ષય, ક્ષપકશ્રેણિદ્વારા ચઢતાં, દશમા ગુણસ્થાનમાં થઈ જાય છે ત્યારે ત્યાંથી (દશમામાંથી) સીધે અહીં આવીને અંતર્મુહૂર્ત ધ્યાનમાં સ્થિર થાય છે. શુકલ ધ્યાનના બળથી જ્ઞાનાવરણ, દર્શનાવરણ, અને અંતરાયકર્મને નાશ કરી દે છે અને કેવલજ્ઞાનને પ્રકાશ થતાં અરિહંત પરમાત્મા કહેવાય છે. ગુણસ્થાન તેરમુ થઈ જાય છે.
(૧૩) સગી કેવલી જિન:–અરિહંત પરમાત્મા ચાર ઘાતિયાં કર્મોને ક્ષય થવાથી અનતજ્ઞાન, અનંતદર્શન, અનંતવીર્ય, અનંતદાન, અનંતલાભ, અનંતોગ, અનંતઉપભોગ, ક્ષાયિકસમ્યકત્વ ક્ષાયિક ચારિત્ર એ નવ કેવલ લબ્ધિઓથી વિભૂષિત થઈ જન્મપર્યત આ પદમાં રહે છે, ધર્મોપદેશ દે છે, વિહાર કરે છે, ઈન્દ્રાદિ ભક્તજન તેમની બહુ ભક્તિ કરે છે.
(૧) અાગી કેવલી જિન–અરિહંતના આયુષ્યમાં અ, છે, ઉ, બ, લૂ એ પાંચ હસ્વ (સ્વર) અક્ષરના ઉચ્ચાર કરવા જેટલા વખત બાકી રહે ત્યારે આ ગુણસ્થાન હોય છે. આયુષ્યના અંતમાં બાકીનાં અઘાતીય કર્મ આયુ, નામ, ગોત્ર, વેદનીયને પણ નાશ થઈ જાય છે અને એ આત્મા સર્વ કર્મ રહિત થઈને સિદ્ધ પરમાત્મા થાય છે. જેમ શેકેલા ચણું ફરી ઊગતા નથી, તેમ સિદ્ધ પણ ફરી સંસારી થતા નથી. ચૌદ છવસમાસ, ચૌદમાગણ, ચૌગુણસ્થાન, એ સર્વે વ્યવહાર કે અશુદ્ધનયથી સંસારી છનાં હેય છે. જીવ સમાસ એક કાલનાં એક જીવને એક જ હેય, વિગ્રહગતિને સમય