________________
સ્થિર કરીને આત્મધ્યાનને અભ્યાસ કરવા જોઈએ. સંવરતત્વનું સામાન્ય કથન આ પ્રકારે છે.
વિશેષ વિચાર એ છે કે જે પિતાનું સાચું હિત કરવા ચાહે છે તેણે પિતાનાં પરિણામોની પરીક્ષા સદા કરવી જોઈએ. ત્રણ પ્રકારના ભાવ ના હોય છે. અશુભપગ, શુભેપગ, શુદ્ધોપાગ. અશુભેપગથી પાપકર્મને, શુભપયોગથી પુણ્યકર્મને બંધ થાય છે. પરંતુ શુદ્ધોપયોગથી કમેને ક્ષય થાય છે. એટલા માટે વિવેકીને ઉચિત છે કે અશુભ ઉપયોગથી બચીને શુભપયોગમાં રહેવાને અભ્યાસ કરો. પછી શુભેપગને પણ હઠાવીને શુદ્ધોપયોગને લાવવા પ્રયત્ન કરશે. જ્ઞાનીએ પણ સદા જાગૃત અને પુરુષાર્થી રહેવું જોઈએ. જેમ શાહુકાર પિતાના ઘરમાં ચોરેને પ્રવેશ ઈચ્છતો નથી, પિતાની સંપત્તિની રક્ષા કરે છે તેમ જ્ઞાનીએ બંધકારક ભાથી પિતાની રક્ષા કરતાં રહેવું જોઈએ. અને જે જે અશુભ ભાવેની ટેવ પડી ગઈ હોય તેને નિયમ કે પ્રતિજ્ઞાકારા દૂર કરતા જવું. જુગાર રમવાના, પત્તાં રમવાના, ચોપાટ ખેલવાના, શેતરંજ ખેલવાના, ભાંગ પીવાના, તમાકુ પીવાના, અફીણ ખાવાના, વેશ્યાનાચ દેખવાના, ઓછુ તોળવાના, માપવાના,ચોરીને માલ ખરીદવાના અધિક બે લાદવાના, બેટી સાક્ષી દેવાના, બેટા દસ્તાવેજ લખવાના, ખરીમાં બેટી મેળવીને ખરી કહી વેચવાના, દિવસે સૂવાના, અળગણ પાણી પીવાના, રાત્રિભૂજન કરવાના, વૃથા બકવાદ કરવાના, ગાળ સહિત બોલવાના, અસત્ય ભાષણના, પરને ઠગવાન આદિ જે જે ભૂલથી ભરેલા ભાવ પિતાનામાં થાય છે તેને ત્યાગ કરતા જવું, તેથી તેને ત્યાગ કરવાથી જે પાપનો બંધ થતો હતો તે રોકાઈ જાય છે. પ્રતિજ્ઞા કે નિયમ કરવો એ અશુભભાવોથી બચવાનો ઘણે ઉત્તમ ઉપાય છે. જ્ઞાની ભેદ વિજ્ઞાનથી આત્માને સર્વ રાગાદિ પરભાવથી ભિન્ન અનુભવ કરે છે. સિદ્ધસમ શુદ્ધ છું એ એનો એ અનુ