________________
૩૯
તરફ કર્મ બંધાય છે. અજ્ઞાનીને જે સુખ કે દુઃખ થાય છે, અથવા શરીર, સ્ત્રી, પુત્ર, ધન, પરિવાર, પરિગ્રહને સંબંધ થાય છે તેમાં તે આસક્ત રહે છે સુખમાં બહુ જ રાગી, દુખમાં બહુ જ ઠેષી થઈ જાય છે. એ માટે એને નવીન કમેને બંધ તીવ્ર થઈ જાય છે. જ્ઞાની સમ્યગ્દષ્ટિ છવ સંસાર શરીર અને ભોગેથી વૈરાગી હોય છે. તે પુણ્યના ઉદયમાં અને પાપના ઉદયમાં સમભાવ રાખે છે, આસક્ત થતા નથી. તેથી તેને કર્મ ખરે છે ઘણું, તથા સુખમાં અલ્પ રાગ અને દુખમાં અલ્પ ડેષ હોવાથી નવીન કમેને બંધ છેડે થાય છે. ચૌદ ગુણસ્થાનેમાં ઉપર ચઢતાં જેટલાં બંધનાં કારણું ખસે છે તેટલો તેટલો જે બંધ પહેલાં થતો હતો તેને સંવર થઈ જાય છે. તથા જ્ઞાની સમ્યગ્દષ્ટિ એટલે એટલે આત્મમનનો કે આત્માનુભવને અભ્યાસ કરે છે તેટલે તેટલો તે રત્નત્રય ભાવથી અધિક કર્મોની નિર્જરા કરે છે કર્મોની સ્થિતિ ઘટતી જાય છે; પાપકર્મને અનુભાગ ઘટતો જાય છે, પાપકર્મ બહુ જ ત્વરાથી ખરી જાય છે. પુણ્યકર્મમાં અનુભાગ વધી જાય છે અને એ પણ ફળ દઈને કે ફળ દીધા વગર ખરી જાય છે.
જે ભાવથી કર્મ બંધાય છે તેના વિરોધી ભાવથી કર્મ કાય છે. આસવને વિરોધી સંવર છે. મિથ્યાત્વથી આવતાં કર્મો રોકવા માટે સમ્યગ્દર્શનની પ્રાપ્તિ કરવી જોઈએ. અવિરતિકારા આવતાં કર્મો રોકવા માટે અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને પરિગ્રહ ત્યાગ એ પાંચ વ્રતને અભ્યાસ કરવો જોઈએ. પ્રમાદ રિકવાને માટે ચાર વિકથાઓને ત્યાગ કરીને ઉપયોગી ધાર્મિક અને પરેપકારમય કે આત્મહિતનાં કાર્યોમાં ચિત્ત રોકીને રહેવું જોઈએ. કષાયોને ટાળવા માટે આત્માનુભવ અને શાસ્ત્ર પઠન કે મનન, તરવવિચાર, ક્ષમાભાવ, માઈવભાવ, આવભાવ, સતેષભાવનો અભ્યાસ કરવું જોઈએ. પેગેને જીતવા માટે મન, વચન કાયાને