________________
૪૦૨
માવો. એવી રીતે આસવાદિ પાંચ તત્તમાં જીવ અને કર્મ બે છે. તેમાંથી ભિન્ન અનુભવ કરવો તે જ સમ્યગ્દર્શન છે.
સાત તનું શ્રેહાન વ્યવહાર સમ્યગ્દર્શન છે. તેવી રીતે સાચા દેવ, સાચાં શાસ્ત્ર, સાચા ગુરુનું શ્રદ્ધાન પણ વ્યવહાર સખ્યદર્શન છે. દેવ, શાસ્ત્ર, ગુરુની સહાયતાથી પદાર્થોનું જ્ઞાન થાય છે અને વ્યવહાર સમ્યક્ત્વનું સેવન થાય છે. સંસારી જીવોમાં જે દોષ પ્રાપ્ત હોય છે તે દેષ જેમાં ન હોય તે સતદેવ છે. અજ્ઞાન અને કષાય એ દેષ છે. જેમાં તે ન હોય, અર્થાત જે સર્વજ્ઞ અને વીતરાગ હોય તે સત દેવ છે. આ લક્ષણ અરિહંત અને સિદ્ધ પરમાત્મામાં મળે છે. પહેલાં કહેવાઈ ગયું છે કે તેરમા અને ચૌદમા ગુણસ્થાનવતી અરિહંત કહે છે અને સર્વ કર્મ રહિત આત્માને સિદ્ધ કહે છે. એ જ આદર્શ છે અથવા એ જ નમૂને છે. જિન સમાન આપણે થવું છે. તેથી તેને જ પૂજનીય દેવ માનવા જોઈએ. અરિહંતદ્વારા પ્રગટ થયેલો ધર્મોપદેશ જે જૈન આચાર્યો દ્વારા ગ્રંથમાં લખાયેલ છે તે સશાસ્ત્ર છે. કેમકે તેનું કથન અજ્ઞાન અને કષાયોને મટાડવાને ઉપદેશ દે છે. એ શાસ્ત્રોમાં એક સરખું કથન છે, પૂર્વાપર વિરોધી કથન નથી. એ શાસ્ત્રો અનુસાર ચાલીને જે મહાવતી અજ્ઞાન અને ક્ષાને મટાડવાનાં સાધન કરે છે તે જ સગુરુ છે. આવી રીતે દેવ, શાસ્ત્ર, ગુરુની શ્રદ્ધા કરીને વ્યવહાર સમ્યફવી થવું એગ્ય છે.
વ્યવહાર સમ્યકત્વના સેવનથી નિશ્ચય સમ્યક્ત્વ પ્રાપ્ત થશે. એટલા માટે ચાર કર્તવ્ય નિત્ય કરવાં ઉચિત છે. (૧) દેવભકિત, (૨) ગુરુસેવા, (૩) સ્વાધ્યાય, (૪) સામાયિક. એજ ચાર ઔષધિ છે કે જેના સેવનથી અનંતાનુબંધી કષાય અને મિથ્યાત્વ કર્મનું બલ ઘટે છે. માટે શ્રી જિનેન્દ્રદેવ અરિહંત સિદ્ધની સ્તુતિ નિત્ય કરવી જોઈએ. ભાવને જોડવા એકાગ્ર કરવા માટે અરિહતેની ધ્યાનમય મૃતિ પણ સહાયક છે. તેથી મૂર્તિ દ્વારા ધ્યાનના ભાવનાં દર્શન કરતાં