________________
૪૩
ગુણાનુવાદ કરવાથી બુદ્ધિ ઉપર શુદ્ધ ભાવરૂપી આદર્શની છાપ પડે છે. સંસાર અવસ્થા ત્યાગવા યોગ્ય અને મેક્ષ અવસ્થા ગ્રહણ ચોગ્ય ભાસે છે. માટે મૂર્તિના સાગથી અથવા મૂર્તિના સગ વિના જેમ સંભવ હેય તેમ અરિહંત સિદ્ધની ભકિત આવશ્યક છે. ગુરુસેવા પણ બહુ જ જરૂરી છે. ગુરુ મહારાજના શરણમાં બેસવાથી, તેમની શાંતમુદ્રા દેખવાથી, તેમની પાસેથી ધર્મોપદેશ લેવાથી બુદ્ધિ ઉપર ભારે અસર થાય છે. ગુરુ વસ્તુતાએ અજ્ઞાનરૂપી રોગ મટાડવા માટે જ્ઞાનરૂપી અંજન શલાકાથી અંજન આજે છે. જેથી અતરંગ જ્ઞાનચક્ષુ ખુલી જાય છે જેમ પુસ્તકે હેવા છતાં સ્કૂલ કે કેલેજોમાં શિક્ષક કે ફેસરેની જરૂર પડે છે, તે વિના પુસ્તકે મર્મ સમજમાં આવતા નથી, તેવી રીતે શાસ્ત્રો હોવા છતાં ગુરુની આવશ્યક્તા છે. ગુરુ તત્વનું સ્વરૂપ એવું સમજાવે છે કે તે તરત જ સમજમા આવી જાય છે. એટલા માટે ગુરુમહારાજની સગતિ કરીને જ્ઞાનને લાભ કરવો જોઈએ. તેમની સેવા વૈયાવૃત્ય કરીને પિતાને જન્મ સફળ માનવો જોઈએ, સાચા ગુરુ તારણતરણ થાય છે પોતે ભવસાગરથી તરે છે અને શિષ્યોને પણ પાર તારે છે. જે ગુરુને સાક્ષાત જોગ ન હોય તે નિત્યપ્રતિ તેમના ગુણોનું સ્મરણ કરીને તેમની ભક્તિ કરવી જોઈએ.
ત્રીજું નિત્યકામ એ છે કે શાસ્ત્રોને ભણવાં જોઈએ. જિનવાણીને ભણવાથી જ્ઞાનની વૃદ્ધિ થાય છે, પરિણામ શાંત થાય છે. બુદ્ધિ ઉપર તત્વજ્ઞાનની અસર પડે છે. ઘણે સારે લાભ થાય છે. શાસ્ત્રોની ચર્ચા અને મનનથી કર્મને ભાર હલકો થઈ જાય છે. જે શાસ્ત્રોથી તને બોધ થાય, જેથી અધ્યાત્મજ્ઞાન વિશેષ પ્રગટ થાય, તે શાસ્ત્રોનો વિશેષ અભ્યાસ કર જોઈએ.
શું કામ એ છે કે પ્રાતઃકાલ, સંધ્યાકાલ અને મધ્યાહ્નકાલ એ ત્રણ વાર બે વાર કે એક વાર એકાંતમાં બેસીને સામાયિક કરવી