________________
3669
બેસીને સામાયિક કરી રહ્યો હોય તો છોધનું નિમિત્ત ન હોવાથી ક્રોધના ફલને પ્રગટ કર્યા વગર એ કર્મ ખરી જાય છે. જો કેઈક ક્રોધ કર્મોનું બળ તીવ્ર હેય તે કઈક ઠેષભાવ કઈ પર આવી જાય, જે મંદ હોય તે કંઈ પણ ભાવોમાં વિકાર થશે નહિ.
બધાએલાં કર્મોમાં પરિવર્તન –એક વખત કને બંધ પડી ગયા છતાં તેમાં ત્રણ અવસ્થાઓ પછીથી થઈ શકે છે. સંક્રમણ પાપકર્મને પુણ્યમાં અને પુણ્યને પાપમાં બદલી દેવું તે, ઉત્કર્ષણ કર્મોની સ્થિતિ અથવા અનુભાગને વધારી દેવો તે, અપકર્ષણ-કર્મોની સ્થિતિ અને અનુભાગ ઘટાડી દેવો. જો કે પાપકર્મ કરી ચૂક્યો છે, અને તે એનું પ્રતિક્રમણ (પશ્ચાતાપ) ઘણા શુદ્ધભાવથી કરે તો પાપકર્મને બદલી નાંખી પુણ્યરૂપ કરી શકે છે અથવા પાપકર્મની સ્થિતિ અને અનુભાગ ઘટી શકે છે. જો કેઈએ પુણ્યકર્મ બાંધ્યું હોય પછી તે પશ્ચાતાપ કરે કે મેં આટલીવાર શુભકામમાં ગાળી તેથી મારે વ્યાપાર કરવાને વખત જતો રહ્યો તે એ ભાવથી બાંધેલું પુણ્ય કર્મ પાપકર્મરૂપ થઈ જાય છે, અથવા પુણ્યકર્મને અનુભાગ ઘટી જાય છે અને સ્થિતિ ઘટી જાય છે. જેમ ઔષધિ ખાવાથી ભજનના વિકાર મટી જાય છે, ઓછા થઈ જાય છે અને બળ વધી જાય છે તેમ પરિણામો દ્વારા પહેલાના પાપ કે પુણ્યકર્મમાં પરિવર્તન થઈ જાય છે, એટલા માટે બુદ્ધિમાન પુરુષે સદા સારાં નિમિત્તમાં-સત્ સંગતિમાં કેઈ એક સાચા ગુરુના શરણમાં રહીને પોતાના ભાવેને ઉચ્ચ બનાવવા માટે ધ્યાન કે સ્વાધ્યાયમાં લીન રહેવું જોઈએ. કુસંગતિથી અને કુમાર્ગથી બચવું જોઈએ.
ભવિષ્યના આયુકમને બધ કેવીરીતે થાય છે આપણે મનુષ્યોને માટે આ નિયમ છે કે વર્તમાન ભોગવાતા આધુની જેટલી 'સ્થિતિ હોય તેને બે તૃતીયાંશ ભાગ વીત્યા પછી પહેલીવાર અતમુહૂર્ત માટે ન આયુષ્ય બંધ કરવા યોગ્ય કાળ આવે છે. ફરી બે