________________
૩૯૬
અનિવૃત્તિકરણ નવમા ગુણસ્થાનમાં–હાસ્ય, રતિ, અરતિ, શાક, ભય, જુગુપ્સા નેકષાય નથી. સંજ્વલન ચાર કષાય અને ત્રણ વેદ અતિ મંદ છે. સૂક્ષ્મ સાંપરાયમાં કેવલ સુમમેહ કષાય અને રોગ છે. ઉપશાંતમૂહ, ક્ષીણમેહ તથા સયોગ કેવલી જિન એ ત્રણ ગુણસ્થાનમાં કેવલગ છે. ચૌદમામાં રોગ પણ રહેતો નથી. એ પ્રમાણે બંધના કારણભાવ ઘટતા જાય છે.
કર્મોનાં કલ કેવી રીતે મળે છે –કર્મ બંધ થઈ ચૂકે છે ત્યાર પછી કેટલેક સમય તેને પાકતાં લાગે છે. એ સમયને આબાધા કાલ કહે છે. જે એક કડાડી સાગરની સ્થિતિ પડે તો એક સો વર્ષ પાકવામાં લાગે છે. એ હિસાબે ઓછી સ્થિતિમાં ઓછો સમય લાગે છે. કેઈક કર્મોની આબાધા એક પલકમાત્ર સમય જ હોય છે, બંધાયા પછી એક આવલી પછી ઉદયમાં આવે છે. વિપાક કાળ પૂરો થાય ત્યારે જે કર્મની જેટલી સ્થિતિ હેય તે સ્થિતિના જેટલા સમય (instants કે minutest moments) થાય તેટલા સમયમાં તે કર્મના અમુક અમુક ધ વહેંચાઈ જાય છે. તે વહેચણીમાં પહેલા પહેલા સમયમાં અધિક પરમાણુઓના સ્કંધે અને પાછળ પાછળના સ્કંધમાં શેડાં ચેડાં કર્મપરમાણુઓ આવે છે. છેલ્લા સમયમાં સર્વથી ચેડાં પરમાણુ આવે છે. આ વહેચણી (distribution)ને અનુસાર જે સમયે જેટલા કર્મ પરમાણુ ઉલ્યમાં આવે છે તેટલા કર્મ અવશ્ય ખરી જાય છે, છૂટી જાય છે. જે બાહ્ય દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અનુકુળ હેય તે ફળ પ્રગટ કરીને ખરી જાય છે નહિ તે ફળ દીધા વગર ખરી જાય છે. જેમ કેઈએ ક્રિોધ કષાયરૂપી કર્મ ૪૮ મિનિટની સ્થિતિનું બાંધ્યું અને એક મિનિટ પાકવામાં લાગી તથા ૪૭૦૦ કર્મ છે. તે તે કર્મ ૪૭ મિનિટમાં વહેચાઈ જાય છે. જેમ ૫૦૦, ૪૦૦, ૩૦૦, ૨૦૦, ૧૦૦ ઇત્યાદિ રૂપથી એ કે કષાયને સ્કંધ એવા હિસાબથી ખરી જશે. પહેલી મિનિટમાં ૫૦૦ પછી ૪૦૦ ઇત્યાદિ જો એટલી વાર કોઈ એકાંતમાં