________________
વલર
કે લેભ એ કેઈ ઉદય) મિશ્ર રીતે થાય છે. તેથી ઈ વખત આઠ કર્મોને ચોગ્ય તો કોઈ વખત સાત કર્મોને વર્ગણાઓ ખેંચાય છે. જો કષાયને બિલકુલ રંગ મળ્યો નથી લેતા, તે માત્ર સાતા વેદનીય કર્મોગ્ય વર્ગણાઓ ખેંચાઈને આવે છે. બંધના ચાર ભેદ છે. પ્રકૃતિબંધ, પ્રદેશબંધ, સ્થિતિબંધ અને અનુભાગબંધ.ગોથી જ પ્રકૃતિ અને પ્રદેશબંધ થાય છે. કપાયથી સ્થિતિ અને અનુભાગ બંધ થાય છે. કઈ કઈ પ્રકૃતિગ્ય કર્મ બંધાય છે અથવા કેટલાં બંધાય છે એ પ્રકૃતિ અને પ્રદેશબંધને અભિપ્રાય છે. જેવા વેગથી કર્મ આવે છે તેવા વેગથી એ બંને વાતો બને છે જેમકે જ્ઞાનાવરણનાં અમુક સંખ્યાનાં કર્મ બંધાયાં અને દર્શનાવરણના અમુક સંખ્યાના કર્મ બંધાયાં. ક્રોધાદિ પાયાની તીવ્રતા હોય છે તે આયુષ્ય કર્મ સિવાય સાતે કર્મની સ્થિતિ અધિક પડે છે. કેટલા વખત સુધી કર્મ જીવની સાથે રહે છે તે મર્યાદાને સ્થિતિબંધ કહે છે. જે કષાય મંદ હોય છે તે સાત કર્મોની સ્થિતિ ઓછી પડે છે. કપાય અધિક હેય તે નર્ક આયુની સ્થિતિ અધિક અને અન્ય ત્રણ આયુકર્મની સ્થિતિ ઓછી બંધાય છે. કપાય મદ હાય ત્યારે નર્ક આયુની સ્થિતિ કામ અને અન્ય ત્રણ આયુની સ્થિતિ અધિક પડે છે. કર્મોનું ફલ તીવ્ર કે મંદ બંધાવું તેને અનુભાગ બંધ કહેવાય છે. જ્યારે કષાય અધિક હોય છે ત્યારે પાપકર્મોમાં અનુભાગ વધારે અને પુણ્યકર્મોમાં અનુભાગ ઓછો પડે છે. જ્યારે કપાયા મંદ હોય છે ત્યારે પુણ્યકર્મોમાં અનુભાગ વધારે અને પાપકર્મોમાં અનુભાગ ઓછો પડે છે.
પુણ્ય પાપ કર્મ –આઠ કર્મોમાંથી સાતવેદનીય, શુભ આયુ, શુભ નામ ને ઉચ્ચગેત્ર પુણ્યકર્મ છે. જ્યારે અસાતાદનીય, અશુભ આયુ, અશુભ નામ, નીચગાત્ર તથા જ્ઞાનાવરણાદિ ચાર ઘાતીય કર્મ પાપકર્મ છે. પેાગ અને કષાય સામાન્ય રીતે આસ્તવ અને બંધનાં કારણ છે.