________________
હર
આસ્રવ અને બુધના વિશેષ કારણ પાંચ છે. મિથ્યાત્વ,,અવિરતિ, પ્રમાદ, કષાય અને યાગ.
*
(૧) મિથ્યાત્વ પાંચ પ્રકારનાં છે. સાચી શ્રદ્દા ન થાય અને જીવાદિ તત્ત્વાની મિથ્યા શ્રદ્ધા હાય તે મિથ્યાત્વ છેઃ એના પાંચ પ્રકાર છે.
એકાંતઃ—માત્મા અને પુદ્ગલાદિ બ્યામાં અનેક સ્વભાવ છે. તેમાંથી એક જ સ્વભાવ છે એમ આગ્રહ કરવા તે એકાંત મિથ્યાત્વ છે. જેમ દ્રવ્ય મૂલ સ્વભાવની અપેક્ષાએ નિત્ય છે. પર્યાય બદલાવાની અપેક્ષાએ અનિત્ય છે. એમ નિત્ય—અનિત્યરૂપ વસ્તુ છે. તેવી ન માનતાં એવી હઠ કરવી કે વસ્તુનિત્ય જ છે. અથવા અનિત્ય જ છે તે એકાંત મિથ્યાત્વ છે. અથવા આ સંસારી આત્મા નિશ્ચયનયની અપેક્ષાએ શુદ્ધ છે, વ્યવહારની અપેક્ષાએ અશુદ્ધ છે એમ ન માનતાં તેને સવ થા શુદ્ધ જ માનવે! કે સવથા અશુદ્ધ જ માનવા તે એકાંત મિથ્યાત્વ છે.
વિનયઃ—ધર્મનાં તત્ત્વની પરીક્ષા કર્યા વગર કુતત્ત્વ અને સુતત્ત્વ, તેને એક સરખાં માનીને આદર કરવા તે વિનય મિથ્યાત્વ છે. જેમ પૂજવા ચેાગ્ય વીતરાગ સન દેવ છે. અલ્પજ્ઞ રાગી દેવ પૂજવા ચેાગ્ય નથી તે પણ સરળ ભાવથી વિવેક વિના મનેની ભક્તિ કરવી તે વિનય મિથ્યાત્વ છે. જેમ ાઈ સુવર્ણ અને પિત્તળને સમાન માનીને આદર કરે તેા તે અજ્ઞાની જ ગણાય છે. તે સુવની જગાએ પિત્તળ લઈને ગાય છે. સાચી સમ્યક્ત્વ ભાવરૂપ આત્મપ્રતીતિ તેને થઈ શકતી નથી.
અજ્ઞાન:—તત્ત્વને જાણવાના પરિશ્રમ લીધા વગર દેખા દેખી કાઈપણ તત્ત્વને માની લેવું તે અજ્ઞાન મિથ્યાત્વ છે. જેમ જલસ્તાનથી ધમ થાય છે, એમ માનીને જલસ્તાન ભક્તિથી કરવું અજ્ઞાન મિથ્યાત્વ છે.