________________
૩૮૭
શમ થઈ જાય છે ત્યારે અહિંસાદિ પાંચ મહાવ્રતોને પાલનાર મહાવતી મહાત્મા થઈ જાય છે. હિંસાદિને પૂર્ણ ત્યાગ છે તેથી મહાવતી છે. તથાપિ આ ગુણસ્થાનમાં આહાર, વિહાર, ઉપદેશાદિ કરાય છે તેથી પૂર્ણ આત્મસ્થ હોતા નથી, અને કંઈક પ્રમાદ છે. તેથી તેને પ્રમતવિરત કહે છે, એને કાલ અતિમુહૂતથી અધિક નથી.
(૭) અપ્રમત્તવિરત –જ્યારે મહાવ્રતી થયાનસ્થ થાય છે, બિલકુલ પ્રમાદ હેત નથી ત્યારે આ શ્રેણિમાં હોય છે. એને કાલ પણ અંતર્મુહૂર્તથી અધિક નથી. મહાવ્રતી ફરી ફરી આ છઠ્ઠાથી સાતમા ગુણસ્થાન આવત, ચઢતો રહે છે. હિડાળાની માફક છટ્ટેથી સાતમે અને સામેથી છ જવું આવવું, આઠમે ન જાય ત્યાં સુધી થયા કરે છે.
આઠમા ગુણસ્થાનથી બે શ્રેણિયે છે–એક ઉપશમ શ્રેણિ, બીજી ક્ષપકશ્રેણેિ, જ્યાં કષાયોને ઉપશમ કરવામાં આવે, ક્ષય કરવામાં ન આવે, તે ઉપશમ શ્રેણિ છે, જ્યાં કષાયને ક્ષય કરવામાં આવે તે ક્ષેપકણિ છે. ઉપશમ શ્રેણિ આઠમા, નવમા, દશમા અને અગીઆરમા ગુણસ્થાનક સુધી હોય છે પછી નિયમથી ધીમે ધીમે પડીને સાતમામાં આવી જાય છે. ક્ષપકશ્રેણિનાં પણ ચાર ગુણસ્થાન છે. આઠમુ, નવમુ દશમું અને બારમું. ક્ષપકવાળે ૧૧માને સ્પર્શ કરતું નથી, બારમાંથી તેરમામાં જાય છે.
(૮) અપૂર્વકરણ – અહીં ધ્યાની મહાવતી મહાત્માના અપૂર્વ ઉત્તમ ભાવ હોય છે, શુકલ ધ્યાન હોય છે, અંતર્મુહૂર્તથી અધિક કાળ નથી.
(૯) અનિવૃત્તિકરણ –અહીં ધ્યાની મહાત્માના બહુ જ નિર્મળ ભાવ હેય છે, શુકલ ધ્યાન હેય છે. ધ્યાનના પ્રતાપથી સૂમ લેભ સિવાયના સર્વ કષાચાને ઉપશમ કે ક્ષય કરી દે છે. કાળ અંતર્મુહૂર્તથી અધિક નથી.