________________
૩૮૯
અપર્યાપ્તમાં ગભિત છે. માગણા ચૌદેય એક સાથે હેય છે જે આગળ દેખાડી ચૂક્યા છીએ, ગુણસ્થાન એક જીવને એક સમયમાં એક જ હોય,
(૮) સિદ્ધ –સર્વ કર્મ રહિત સિદ્ધ પરમાત્મા જ્ઞાનાનંદમાં મગ્ન રહેતા આઠ કર્મોના નાશથી આઠ ગુણ સહિત શોભાયમાન રહે છે. એ આઠ ગુણ આ પ્રમાણે છે:-શાન, દર્શન, સમ્યક્ત્વ, વય, સમત્વ, અવગાહનત્વ, અગુરુલઘુત્વ, અવ્યાબાધત્વ, અર્થાત સિહોમાં અતીનિયપણું છે, ઈન્દ્રિયોથી ગ્રહણયોગ્ય નથી. જ્યાં એક સિદ્ધ વિરાજિત છે ત્યાં અન્ય અનેક સિદ્ધ અવગાહ પામી શકે છે, એમાં કઈ નીચઊંચપણું નથી. એમાં કોઈ બાધા કરી શકતું નથી. તે લેના અગ્રભાગમાં લેકશિખર ઉપર સિદ્ધક્ષેત્રમાં સ્થિર થાય છે.
(૯) ઉદર્વગમન સ્વભાવ –સર્વ કર્મોથી રહિત થવાથી સિદ્ધનો આત્મા સ્વભાવથી ઉપર જાય છે. જ્યાં સુધી ધર્મદ્રવ્ય છે,
ત્યાં સુધી જઈને અંતે સ્થિર થઈ જાય છે. અન્ય સંસારી કર્મબદ્ધ આત્માઓ એક શરીરને છોડીને બીજા શરીરમાં જાય છે ત્યારે ચાર વિદિશાઓ છોડીને પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઉપર અને નીચે એ દિશાઓદ્વારા સીધા કે ઘુટા ખાઈને જાય છે, ખૂણામાં ત્રાંસા જતા નથી. સર્વ છાની સત્તા ભિન્ન ભિન્ન રહે છે. કોઈની સત્તા કોઈ અન્યની સાથે મળી શકતી નથી. જીવની અવસ્થાના ત્રણ નામ પ્રસિદ્ધ છે-બહિરાત્મા, અંતરાત્મા, પરમાત્મા. પહેલા ત્રણ ગુણસ્થાનવાળા જીવ બહિરાત્મા છે. અવિરત સમ્યકત્વ ચોથેથી માંડીને ક્ષીણમેહ બારમા ગુણસ્થાન પર્વત છવ અંતરાત્મા કહેવાય છે. તેરમા અને ચૌદમા ગુણસ્થાનવાળાસકલ અથવા દેહધારી પરમાત્મા કહેવાય છે. સિદ્ધ, શરીર એટલે કલરહિત-નિકલ પરમાત્મા કહેવાય છે. તત્વજ્ઞાનીને ઉચિત છે કે બહિરાત્માપણું છોડીને અંતરાત્મા થઈ જવું અને પરમાત્મપદ પ્રાપ્તિનું સાધન કરવું. આ જ એક માનવનું ઉચ્ચ ધ્યેય