________________
૩૭૮
પિતાના સહજસુખને જ ભોક્તા છે; પરને ભોક્તા અશુદ્ધનય કે વ્યવહારનયથી જ કહેવાય છે.
(૬) શરીરપ્રમાણુ આકારધારી છે–નિશ્ચયનયથી જીવને આકાર લોકપ્રમાણુ અસંખ્યાત પ્રદેશ છે. તેનાથી કદી ચૂત કે અધિક થતા નથી. જીવ અમૂર્તિક પદાર્થ છે, તેથી તેના નથી ટુકડા થઈ શકતા કે નથી તે કેઈની સાથે જોડાઈને મોટો થઈ શકતો. તથાપિ જેમ જીવમાં કર્મને આકર્ષણ કરવાવાળા ગશક્તિ છે તેમ તેમાં સંકેચ વિસ્તારરૂપ થવાની શક્તિ પણ છે. જેમ યોગાશક્તિ શરીર નામકર્મના ઉદ્યથી કામ કરે છે તેમ સંકેચ વિસ્તાર શક્તિ પણ શરીર નામકર્મના ઉદયથી કામ કરે છે. જ્યાં સુધી નામકર્મને ઉદય રહે છે ત્યાં સુધી આત્માના પ્રદેશ સંકુચિત થાય છે કે ફેલાય છે. જ્યારે નામકર્મ નાશ થઈ જાય છે ત્યારે આત્મા અંતિમ શરીરમાં જે હોય છે તે જ રહી જાય છે. તેને સંકેચ વિસ્તાર બંધ થઈ જાય છે.
એક મનુષ્ય જ્યારે મરે છે ત્યારે તરત જ બીજા ઉત્પત્તિ સ્થાન ઉપર પહોંચી જાય છે. વચમાં જતી વખતે એક સમય, બે સમય કે ત્રણ સમય લાગે છે ત્યાં સુધી પૂર્વ શરીરની માફક આત્માને આકાર બની રહે છે. જ્યારે ઉત્પત્તિ સ્થાન પર પહોંચે છે ત્યારે ત્યાં જેવા પુદ્ગલને ગ્રહણ કરે છે તેના સમાન આકાર નાનો કે માટે થઈ જાય છે. પછી જેમ જેમ શરીર વધે છે તેમ આકાર ફેલાતો જાય છે. શરીરમાં જ આત્મા ફેલાયો છે બહાર નહિ, એ વાતને. અનુભવ વિચારવાનને થઈ શકે છે. આપણને દુખ કે સુખનો અનુભવ શરીરમાં જ થાય છે, શરીરથી બહાર નહિ. જો કોઈ માનવના આખા શરીરમાં આગ લાગે અને શરીરની બહાર પણ આગ હાય તે તે માનવને આખા શરીરમાંની આગની વેદનાનું દુઃખ થી શરીરની બહારની આગની વેદના થશે નહિ. જે આત્મા શરીરના