________________
૩૭૯
કેઈ સ્થાનપર હોય, સર્વ સ્થાનપર વ્યાપક ન હોય તે જે સ્થાન પર જીવ હેાય ત્યાં જ સુખદુઃખનો અનુભવ થાય. સવગે ન થાય. પરંતુ થાય છે સર્વાગે, તેથી છવ શરીરપ્રમાણુ આકારધારી છે. કેઈપણ ઇન્દ્રિયદ્વારા મને પદાર્થનો રાગ સહિત ભોગ કરવામાં આવે છે. સર્વાગે સુખનો અનુભવ થાય છે. શરીરમમાણ રહેવા છતાં નીચે લખેલાં સાત પ્રકારનાં કારણથી આત્મા ફેલાઈને શરીરથી બહાર જાય છે અને પાછો શરીર પ્રમાણુ થઈ જાય છે. આ અવસ્થાને સમુદ્દઘાત કહે છે.
(૧) વેદના –શરીરમાં દુખના નિમિત્તથી આત્મપ્રદેશ કાંઈક બહાર નીકળે છે.
(૨) કષાય – ધાદિ કષાયના નિમિત્તથી પ્રદેશ બહાર નીકળે છે.
(૩) મારણતિક –મરણની ડીવાર પહેલાં કઈક જીવને પ્રદેશ ફેલાઈને જ્યાં જન્મ લેવાને છે ત્યાં સુધી પહોંચે છે, સ્પર્શ કરીને પાછા આવે છે, પછી મરણ થાય છે.
(૪) વૈકિયિક –ક્રિયિક શરીરધારી પોતાના શરીરથી ભિન્ન ખીજાં શરીર બનાવે છે, તેમા આત્માને ફેલાવીને તેનાથી કામ લે છે.
(૫) તૈજસ–(૧) શુભ તૈજસ-ઈક તપસ્વી મુનિને યાક દુર્ભિક્ષ કે રોગને સંચાર દેખીને દયા આવી જાય ત્યારે તેના જમણા
સ્ક ધમાંથી તૈજસ શરીરની સાથે આત્મા ફેલાઈને નીકળે છે. તેનાથી કષ્ટ દૂર થઈ જાય છે.
(૨) અશુભ તૈજસ–ઈ તપસ્વીને ઉપસર્ગ પડવાથી કે આવી જાય, ત્યારે તેને ડાબા અંધથી અશુભ તૈજસ શરીરની સાથે આત્મા ફેલાય છે અને તે શરીર કપના પાત્રને (જેના પ્રત્યે મુનિને ક્રોધ ઊપજે હોય તેને) ભસ્મ કરી દે છે તથા તે તપસ્વી પણ ભસ્મ થઈ જાય છે.