________________
૩૬૮
માંથી કઈ પણ ઉપયોગ હેતો નથી. કારણ કે ત્યાં ઉપયોગને ધરનારે આત્મા રહ્યો નથી. નિશ્ચયનયથી વસ્તુતાએ શાને પગના આભેદ પણ નથી અને દર્શને પગના ચાર ભેદ પણ નથી. શાનપયોગ અને દર્શને પગ એક એક જ છે. તે આત્માના સહજ સ્વાભાવિક ગુણ છે. કર્મના સંબંધથી બાર ભેદ થઈ જાય છે, એટલા માટે નિશ્ચયથી આત્માને ઉપયોગ શુદ્ધ જ્ઞાન, શુદ્ધ દર્શન છે. . . .
(૩) અમૂર્તિક-નિશ્ચયનયથી જીવમાં નથી કેઈ સ્પર્શ, લૂખ, ચીકણું, હલકે ભારી, ઠ, ગરમ, નરમ કે કઠણ, નથી કેાઈ રસ ખાટો, મીઠ, તીખે, કહો, કે કસાયલે, નથી કે ગંધ, સુગંધ કે દુધ નથી કોઈ વર્ણ સફેદ, લાલ, પીળા, લીલે કે કાળે. એટલા માટે મૂર્તિક પુદ્દગલથી ભિન્ન અમર્તિક ચિદાકાર છે. વ્યવહારનયથી આ જીવને મૂર્તિક કહેવાય છે. સંસારી જીવની સાથે મૂર્તિક કર્મ પુદગલને. મેળાપ દૂધ અને પાણીની માફક એક ક્ષેત્રાગારૂપ છે. જીવને કાઈ પણ પ્રદેશ શુદ્ધ નથી. સર્વાગ પુગલ સાથે એકમેક છે. તેથી તેને મૂર્તિ કહેવાય છે. જેમ દૂધ સાથે મળેલા પાણીને દૂધ અને રંગથી મળેલાને રંગ કહેવાય છે તેમ મૂર્તિક પુગલ સાથે મળેલા જીવ પણ મૂર્તિક કહેવાય છે.
(૪) કર્તા છે-આ આત્મા નિશ્ચયનયથી પિતાના જ જ્ઞાન દર્શનાદિગણના પરિણામને કર્તા છે. શુદ્ધ નિશ્ચયનયથી અથવા સવભાવથી આ આત્મા રાગાદિ ભાવને કર્તા નથી. કેમકે એ એને સ્વાભાવિક ભાવ નથી. એ ઔપાધિક ભાવ છે. જ્યારે કર્મોનો ઉદય હેાય છે, મેહનીય કર્મને વિપાક હોય છે ત્યારે ક્રોધના ઉદયથી ક્રોધભાવ; માનના ઉદયથી માનભાવ, માયાના ઉદયથી માયાભાવ, લભના ઉદયથી લભભાવ અથવા કામ કે વેદના ઉદયથી કામભાવ એવી રીતે થઈ જાય છે કે જેવી રીતે સ્ફટિકમણિની નીચે લાલ, પીળુ, કાળું કૂલ રાખવાથી સ્ફટિક લાલ, પીળું, કાળું દેખાય છે.