________________
૩૬૫
કરવાના નિયમનું જ્ઞાન થયું ત્યારે અજ્ઞાનને નાશ થયો અને જ્ઞાનને જન્મ થયો, આ અવસ્થાઓ પલટાઈ છતા આત્મા તે જ કાયમ રહ્યો. આ પ્રમાણે ઉત્પાદ વ્યય ધ્રૌવ્ય આત્મામાં પણ સિદ્ધ છે. એક આત્મા ધ્યાનમાં મગ્ન છે, જે ક્ષણે ધ્યાન ખસ્યું તે ક્ષણે ધ્યાનની દશાને નાશ થયે અને ધ્યાનરહિત વિકલ્પદશાને જન્મ થયે, અને જીવ તે જ રહ્યો છે, અશુદ્ધ છોમાં તથા પુગમાં અવસ્થાએનુ પલટાવું અનુભવમાં આવે છે, તેથી ઉત્પાદ વ્યય ધ્રૌવ્ય લક્ષણની સિદ્ધિ થાય છે. પરંતુ શુદ્ધ જીવમા અથવા ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ કે કાળમાં કેવી રીતે આ લક્ષણની સિદ્ધિ કરાય. વસ્તુને સ્વભાવ જ્યારે અશુદ્ધ જીવ કે પુગલમાં સિદ્ધ થયે છે ત્યારે તે પલટવાને સ્વભાવ તેમાં પણ જાણુ જોઈએ. શુદ્ધ દ્રવ્યમાં કઈ પર દ્રવ્યનું એવું નિમિત્ત નથી કે જે દ્રવ્યને મલિન કરી શકે. એટલા માટે એમાં વિભાવ કે અશુદ્ધ પર્યાય થતા નથી શુદ્ધ સદશ પર્યાયે સ્વાભાવિક હોય છે. જેમાં નિર્મળ જલમાં તરગે. નિર્મલ જ હોય છે તેમ શુદ્ધ દ્રવ્યમાં પર્યાયે નિર્મલ જ હોય છે.
દ્રવ્યોના છ સામાન્ય ગુણ -સર્વ છદ્રમા છગુણ સામાન્ય છે. સર્વમાં હોય છે. (૧) અસ્તિત્વ ગુણ–જે શક્તિના નિમિત્તથી દ્રવ્યને કદી નાશ ન થાય તેને અસ્તિત્વગુણ કહે છે. (૨) વસ્તૃત્વ ગુણ-જે શક્તિના નિમિત્તથી વસ્તુ કોઈ કાર્ય કરે, વ્યર્થ ન હોય તેને વસ્તુત્વગુણ કહે છે, જેમ પુદગલમાં શરીરાદિક બનાવવાની અર્થ ક્રિયા (પ્રજનભૂત ક્રિયા છે) (૩) દ્રવ્યત્વગુણ –જે શક્તિના નિમિત્તથી દ્રવ્ય ધ્રુવ રહેવા છતાં પણ પલટાતું રહે તેમાં પર્યા થતા રહે તેને દ્રવ્યત્વગુણુ કહે છે, જેમ પુદગલ માટીથી ઘડો બન. (૪) પ્રમેયત્વગુણ-જે શક્તિના નિમિત્તથી દ્રવ્ય કેઈના જ્ઞાનને વિષય થાય તેને પ્રમેયત્વગુણ કહે છે. (૫) અગુરુલઘુત્વગુણ-જે શક્તિના નિમિત્તથી એક દ્રવ્ય બીજા દ્રવ્યરૂપ ન થઈ જાય, એક