________________
૩૪૩
શુદ્ધ પરમાતમાકે અનુભી અભ્યાસ કીજે, . | યેહી ક્ષિપથ પરમારથ હૈ ઇતને. ૧૨૪-૧૦
આચાર્ય કહે છે કે “હે શિષ્ય! જિન ભગવાનનાં વચનને વિસ્તાર અગમ અને અપાર છે. હું કેટલો કહી શકીશ? વધારે બેલવાની મારી શક્તિ નથી માટે મૌન રહેવું સારું છે અને બેલીએ તે જેટલું પ્રયોજન હેય તેટલું વચન બેસવું. વધારે બેલવાથી વધારે વિકલ્પો ઉઠે છે તેથી જેટલું કાર્ય હેય તેટલું બેલવું એ યોગ્ય છે. શુદ્ધાત્માના અનુભવને અભ્યાસ કરે, એ જ મેક્ષને માર્ગ છે અને પરમાર્થ આત્માનું કલ્યાણ કરનાર પણ એ જ છે. જે જીવ દરવરૂપ તથા પરયાયરૂપ,
દેશ પ્રમાણ વસ્તુ શુદ્ધતા ગહત હૈ જે અશુદ્ધ ભાવનિકે ત્યાગી ભયે સરવા,
વિષેસ વિમુખ છે. વિરાગતા ચહત હૈ, જે જે ગ્રાહ્યભાવ ત્યાજ્યભાવ દેહ ભાવનિક,
અનુભૌ અભ્યાસ વિષે એકતા કરત હૈ , તેઈ જ્ઞાન ક્રિયાકે આરાધક સહજ મેક્ષ
મારગ કે સાધક અબાધક મહત હૈ, ૩૫-૧૨ જે છવદ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક બને નયથી વસ્તુ (આત્મા)નું શુદ્ધ સ્વરૂપ જાણે છે, રાગદ્વેષ અશુદ્ધભાવોને સર્વથાપણે ત્યાગે છે, વિષયસુખેથી વિરકત થઈ વીતરાગભાવમાં પ્રવર્તે છે, જે જે ગ્રહણ કરવા ચોગ્ય અને ત્યાગવા યોગ્ય ભાવે છે તે બંનેને આત્માના અનુભવના અભ્યાસમા પરરૂપ જાણી તે વિકલ્પથી રહિત થઈ આત્માનુભવમા એકાગ્રતા કરે છે તે જ્ઞાની જ્ઞાન અને ક્રિયા (શુદ્ધાત્માનુભવ)ના આરાધક છે તેથી સ્વાભાવિક મુક્તિમાર્ગને સાધે છે. તેમને કર્મની બાધા પુનઃ હેતી નથી તેથી અબાધક છે એવા તેમને મહિમા છે.