________________
વર૮
एष देवः स सर्वज्ञः सोऽहं तद्रूपतां गतः । तस्मात्स एव-जान्योऽहं विश्वदर्शीति मन्यते ॥४३-३९ ॥
ધ્યાન કરનાર જે સમયે સર્વજ્ઞસ્વરૂપ પિતાને દેખે છે તે સમયે એવું માને છે કે જે સર્વ દેવ છે તે સ્વરૂપને હું પામે છું; તેથી તે સર્વને જેનાર હું છું, હું અન્ય નથી એમ માને છે. त्रैलोकयानन्दबीजं जननजलनिघेर्यानपात्रं पवित्रं,
लोकालोकप्रदीपं स्फुरदमलशरश्चन्द्रकोटिप्रभाढयम् । कस्यामप्यप्रकोटौ जगदखिलमतिक्रम्य लब्धप्रतिष्ठं ।
देवं विश्वकनाथं शिवमजमनधं वीतरागं भजस्व ॥४६-३९॥
હે મુનિ ! તું વીતરાગદેવનું ધ્યાન કર, જે વીતરાગદેવ ત્રણે લોકને આનંદનું કારણ છે, સંસારસમુદ્ર તરવાને જહાજ છે, પવિત્ર છે, કાલેક પ્રકાશક છે, કરડે નિર્મળ શરદ્દ ચદ્રમાની કુરાયમાન પ્રભાથી અધિક પ્રભાવંત છે, સર્વ જગતનું ઉલ્લઘન કરી દેઈ પ્રધાન કેટિમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત છે, (ત્રણે જગતમાં વીતરાગ જેવું ઉત્તમ કંઈ નથી) આ જગતના એક નાથ છે, આનંદ સ્વરૂપ છે, અજન્મા છે અને પાપરહિત છે. इतिविगतविकल्पं क्षीणरागादिदोषं
विदितसकलवेद्यं त्यक्तविश्वप्रपंचम् । शिवमजमनवचं विश्वलोकैकनाथं
परमपुरुषमुञ्चर्भावशुद्धया भजस्व ॥ गा. ३१ अ. ४० ।। હે મુનિ ! આ પ્રકારે વિકપાતીત, રાગાદિ દેથી મુક્ત, સર્વને જાણનાર જ્ઞાતા, લેકના સકલ પ્રપોથી શૂન્ય, સુખસ્વરૂપ અજન્મા, કર્મરહિત, જગતના એક અદ્વિતીય સ્વામી, પરમપુરુષ પરમાત્માને ઉત્તમ શુદ્ધ ભાવપૂર્વક ભજ. आत्मार्थे श्रय मुश्च मोहगहनं मित्रं विवेक कुरु। . वैराग्यं भज भावयस्व नियतं भेदं शरीरात्मनोः ॥ .