________________
૩૩૨
વિપણાને સતિ સાવ
-૨તા વિના
સર્વ પરપદ–તેના પર્યાયાદિનાં મમત્વને ત્યાગ-નિમમતાએ ઉત્કૃષ્ટ તત્વ છે, તે ઉત્કૃષ્ટ ધ્યાન છે, તે જ ઉત્કૃષ્ટ ચારિત્ર છે, તે જ ઉત્તમ સુખ છે, તે જ શીલ છે, અને તે જ ઈદ્રિયનિગ્રહ છે. માટે નિર્મમત્વપણાને સદા વિચાર કરે. रत्नत्रयाद्विना चिद्रूपोपलब्धिर्न जायते ।। यथर्द्धिस्तपसः पुत्री पितुर्वृष्टिर्बलाहकात् ॥३-१२ ॥
જેમ તપ વિના રિદ્ધિ પ્રાપ્ત થતી નથી, પિતા વિના પુત્રીની ઉત્પત્તિ થતી નથી, અને વાદળ વિના વર્ષની વૃષ્ટિ થતી નથી તેમ રત્નત્રય વિના શુદ્ધ ચિપ આત્મસ્વરૂપની પ્રાપ્તિ થતી નથી. दर्शनज्ञानचारित्रस्वरूपात्मप्रवर्तनं । युगपद् भण्यते रत्नत्रयं सर्वजिनेश्वरैः ।। ४-१२ ॥
સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્મચારિત્ર એ ત્રણેનું એક સાથે નિજાત્માનું પરિણમન તેને શ્રી જિને ભગવાન રત્નત્રય ધર્મ કહે છે. यथा बलाहकवृष्टेर्जायते हरितांकुराः । तथा मुक्तिप्रदो धर्मः शुद्धचिपचिंतनात् ॥१०-२४॥
જેમ વાદળાની વૃષ્ટિથી લીલા અંકુરે ફૂટે છે તેમ શુદ્ધ ચેતન્યસ્વરૂપના ચિંતવનથી ધર્મ મેક્ષને આપનાર થાય છે, મુક્તિદાયક હર્મની વૃદ્ધિ થાય છે. संगत्यागो निर्जनस्थानकं च तत्त्वज्ञानं सर्वचिंताविमुक्तिः । निर्बाधत्वं योगरोधो मुनीनां मुक्त्यै ध्याने हेतवोऽमी निरुक्ताः ॥
_ . ૮ . ૨૬ il પરિગ્રહને ત્યાગ–અસંગભાવ, નિર્જન એકાંતસ્થાન, આત્મહત્વનું જાણવાપણું, સર્વચિંતાઓથી મુક્તપણું, બાધારહિતપણું, મન, વચન અને કાયાના યોગોનું શોધન-ગુપ્તિ એ મુનિઓને મુક્તિ માટેના ધ્યાનની સિદ્ધિના હેતુઓ કહ્યા છે.