________________
જીવને પરમાત્મસ્વરૂપને અનુભવ રહે છે ત્યાં સુધી કોઈપણ પ્રકારની દિવિધા-સંકલ્પ વિકલ્પ, દ્વતપણું, અશાંતિ નથી કે પક્ષપાત પણ નથી. અનુભવમાં નયને લેશ નથી, પ્રમાણને પ્રવેશ નથી અને નિક્ષેપના વંશને ક્ષય થતો જાય છે, આ નય, પ્રમાણ અને નિક્ષેપ જે વસ્તુની સિદ્ધિ કરવાને માટે સાધન હતા તે વસ્તુ સિદ્ધ થયા પછી અનુભવમાં બાધ–વિક્ષેપકારી છે માટે અનુભવમાં નય, પ્રમાણ કે નિક્ષેપ નથી, બાકી રાગદ્વેષરૂપ દશા તે બાધક જ છે એની તે શું વાત કરવી? રાગદ્વેષ જાય તે જ અનુભવ થાય, રાગદ્વેષ અનુભવમાં બાધક છે.
કવિત્ત. સતગુરુ કહે ભવ્યજીવનિસ, તેરહ તુરત મહકી જેલ, સમક્તિરૂપ ગહે અપને ગુણ, કરહુ શુદ્ધ અનુભવ ખેલ, પુદગલપિડ ભાવરાગાદિક, ઇનસો નહીં તિમારે મેલ; એ જડ પ્રગટ ગુપત તુમ ચેતન, જૈસે ભિન્ન તેય અરુ તેલ,
૧૨ અ૦૧, શ્રી સદગુરુ ભગવાન ભવ્યજીવને કહે છે કે “હે ભવ્ય જીવ! તું શીઘ મેહના બંધનને તોડી નાખ. સમ્યક્ત્વસ્વરૂપ જે તારે પિતાને સ્વભાવ છે તે ગ્રહણ કર. અને શુદ્ધાત્માના અનુભવને ખેલ કર. આ જ્ઞાનાવરણાદિ દ્રવ્યકર્મ, શરીરાદિ કર્મ અને રાગદ્વેષાદિ ભાવકર્મ એ તે પુગલનો સમૂહ છે તેથી તેમની સાથે તારે મેળ શી રીતે થાય? તારે અને એને સંબંધ નથી. એ તે જડ છે અને પ્રગટ એટલે રૂપી છે, તું તે ચૈતન્યમય છે અને ગુપ્ત એટલે અરૂપી છે. જેમ પાણી અને તેલ બને ભિન્ન છે તેમ આત્મા અને જડ એ બંને ભિન્ન છે એમ જાણ,
** સવૈયા ૨૩ મા. શુદ્ધ નતમ આતમકી, અનુભૂતિ વિજ્ઞાન વિભૂતિ હૈ સાઈ; વસ્તુ વિચારત એક પદારથ, નામકે ભેદ કહાવત રાઈ