________________
૩૯
धर्मध्यानसुधासमुद्रकुहरे कृत्वावगाहं परं । पश्यानन्तसुखस्वभावकलितं मुक्तेर्मुखाम्भोरुहम् ॥ २-४२ ॥
હે આત્મન ! તું તારા આત્માર્થને આશ્રય કર. મોહરૂપી વનનો ત્યાગ કર. ભેદવિજ્ઞાનરૂપ વિવેકને મિત્ર કર. વૈરાગ્ય પ્રાપ્ત કર. નિશ્ચયપણે શરીર અને આત્માના ભેદની ભાવના કર, આ પ્રકારે ધર્મધ્યાન રૂપી અમૃતના સમુદ્રના મધ્ય ભાગમાં અવગાહન કરી અનંતસુખથી પરિપૂર્ણ મુક્તિના મુખકમલને જે.
(૩૧) શ્રી જ્ઞાનભૂષણ ભટ્ટારકકૃત તત્ત્વજ્ઞાન તરંગિણીમાંથી – क यांति कार्याणि शुभाशुभानि क यांति संगाश्चिदचित्स्वरूपाः । क यांति रागादय एव शुद्धचिद्रूपकोऽहं स्मरणे न विनः ॥८-२||
શુદ્ધ ચૈતન્યસ્વરૂપ છું એવું સ્મરણ કરતાં ન જાણે શુભાશુભ કાર્યો ક્યાય ચાલ્યાં જાય છે, નથી ખબર કે ચેતન અચેતન પરિગ્રહ કયાં ભાગી જાય છે, તથા નથી જણાતું કે રાગાદિ દે કયાં વિલય થઈ જાય છે. मेरुः कल्पतरुः सुवर्णममृतं चिंतामणिः केवलं ।।
साम्यं तीर्थकरो यथा सुरगवी चक्री सुरेन्द्रो महान् ॥ भूभृद्भधातुपेयमणिधीवृत्तातगोमानवा
मत्येष्वेव तथा च चिंतनमिह ध्यानेषु शुद्धात्मनः ॥९-२॥
જેમ પર્વતમાં મેરુ શ્રેષ્ઠ છે, ક્ષેમાં કલ્પવૃક્ષ ઉત્તમ છે, ધાતુઓમાં જેમ સુવર્ણ કિંમતી છે, પીવા પદાર્થોમાં અમૃત ઉત્તમ છે, મણિઓમાં ચિંતામણિ રત્ન ઉત્તમ છે, જ્ઞાનમાં કેવળ જ્ઞાન ઉત્કૃષ્ટ છે, ચારિત્રમાં સમતાભાવ શ્રેષ્ઠ છે, આખ-સમ્યફવીમાં તીર્થકર મહાન છે, ગામા સુરધેનુ ઉત્તમ છે, મનુષ્યોમાં ચક્રવતી પ્રધાન છે તથા દેવોમાં ઈદ મહાન છે તેમ સર્વે ધ્યાનમાં શુદ્ધચિપ આત્માનું ધ્યાન સર્વોત્કૃષ્ટ શ્રેષ્ઠ છે.