________________
૩૦૭
ભાવે છે તે શીધ્ર સિદિસુખને પામે છે એમ શ્રી જિનેશ્વર ભગવાને કહ્યું છે.
जे परमाव चएवि मुणी अप्पा अप्प मुणति । केवलणाणसरूप लइ ते संसारु मुंचति ॥ ६३ ॥
જે મુનિ રાગાદિ પરભાવોને ત્યાગી આત્મા વડે આત્માને અનુભવ કરે છે તે કેવળ જ્ઞાનસ્વરૂપને ૫ મી સંસારથી મુક્ત થાય છે. जह सलिलेण ण लिप्पियइ कमलणिपत्त कया वि । तह कम्मेहिं ण लिप्पियइ जइ रइ अप्पसहावि ॥ ९१ ॥
જેમ કમળનાં પત્ર કયારે પણ પાણુથી લેપાતાં નથી તેમ આત્મસ્વભાવમાં રમણ કરનાર આત્મા કયારે પણ કર્મોથી બંધાતો નથી, લેપાત નથી
(૧૮) શ્રી નાગસેનાચાર્યકૃત તત્ત્વાનુશાસનમાંથી – निश्चयनयेन भणितखिमिरेभिर्यः समाहितो भिक्षुः । नोपादत्ते किंचिन्न च मुञ्चति मोक्षहेतुरसौ ॥ ३१ ।। यो मध्यस्थ पश्यति जानात्यात्मानमात्मनात्मन्यात्मा । हगवगमचरणरूपस्स निश्चयान्मुक्तिहेतुरिति जिनोक्तिः ॥ ३२ ।।
નિશ્ચયનયથી જે ભિક્ષુ સમ્યગ્દર્શન-જ્ઞાન–ચારિત્ર એ રત્નત્રય સહિત થઈ નથી કાંઈ ગ્રહણ કરેતો કે નથી કોઈ ત્યાગ, પિતાનામાં જ પોતે લીન થાય છે તે જ મોક્ષનો હેતુ છે–મેક્ષમાર્ગ છે. જે કઈ વીતરાગી–મધ્યસ્થ ઉદાસીન આત્મા આત્માને આત્મ વડે આત્મામાં જ દેખે છે, જાણે છે તે સમ્યગ્દર્શન–જ્ઞાન-ચારિત્રરૂપ પરિણમે છે તે નિશ્ચય મેક્ષમાર્ગ છે એમ જિનેશ્વરનું વચન છે. આત્મધ્યાનથી વ્યવહાર અને નિશ્ચય બંને પ્રકારને મોક્ષમાર્ગ પ્રાપ્ત થાય છે. તેથી બુદ્ધિમાન આત્માએ પ્રમાદ ત્યાગી હમેશ આત્મધ્યાનને અભ્યાસ કર્તવ્ય છે.