________________
૩૧૮
જ સાઢી કીમત
શાશ્વત આત્માનંદનું ધામ છે. સમતાભાવ શુદ્ધાત્માને સ્વભાવ છે. સમતાભાવ મેક્ષધામનું એક કાર છે.
साम्यं निश्शेषशास्त्राणां सारमाहुर्विपश्चितः । સાચું કર્મકાવવા રવાનાયતે | ૬૮ છે.
સમતાભાવ સર્વ શાસ્ત્રોનું રહસ્ય છે એમ જ્ઞાનીઓએ કહ્યું છે. સમતાભાવ કર્મરૂપી મેટા વૃક્ષને બાળનાર દાવાનલ છે. આ સમતાભાવ આત્મધ્યાનથી પ્રગટે છે.
हेयञ्च कर्मरागादि तत्कार्यश्च विवेकिनः । उपादेयं परंज्योतिरुपयोगैकलक्षणम् ।। ७५ ।।
રાગાદિ ઉપજાવનાર કર્મ તથા રાગાદિભાવ જે તેનાં કાર્યો છે એ સર્વ જ્ઞાનીએ ત્યાગવા ગોગ્ય છે. માત્ર એક ઉપયોગ લક્ષણે સ્કુરિત પરમ ચૈતન્ય જ્યોતિમય આત્મા ગ્રહણ કરવા યોગ્ય છે.
(૨૬) શ્રી પદ્મનદિમુનિકૃત સબંધચોદયમાંથીઃतत्त्वमात्मगतमेव निश्चितं योऽन्यदेशनिहितं समीक्षते । वस्तु मुष्टिविधृतं प्रयत्नतः कानने मृगयते स मूढधीः ॥९॥
આત્મતત્ત્વ નિશ્ચયથી આત્મામાં જ છે. જેમ મૂઢબુદ્ધિવાળા પુરુષ પિતાની મૂડીમાં રાખેલી વસ્તુ પ્રયત્નપૂર્વક વનમાં શોધે છે તેમ આત્મતત્ત્વને અન્ય બાહ્ય સ્થાનમાં શોધનાર તે મૂઢ છે.
संविशुद्धपरमात्मभावना संविशुद्धपदकारणं भवेत् । सेतरेतरकृते सुवर्णतो लोहतश्च विकृती तदाश्रिते ॥ २० ॥
સભ્યપ્રકારે વિશુદ્ધ પરમાત્માની ભાવના સમ્યફ શુદ્ધપણું કારણ થાય છે. અશુદ્ધ આત્માની ભાવના અશુદ્ધપદનું કારણ થાય છે. જેમ સેનામાંથી સોનાનું પાત્ર બને છે અને લોખંડમાંથી લેખંડનું પાત્ર બને છે. •
वोधरूपमखिलैरुपाधिभिर्वर्जितं किमपि यत्तदेव नः । • नान्यदल्पमपि तत्त्वमीदशं मोक्षहेतुरिति योगनिश्चयः ॥२५॥