________________
જ્યારે કોઈ ભેદ જ્ઞાની, મહાત્મા પિતાના આત્માથી ભૂત ભાવિ અને વર્તમાન, કર્મ અને રાગાદિ ભાવબંધને ભિન્ન કરી અને બળપૂર્વક પુરુષાર્થ કરી મહિને દૂર કરી અંતરંગમાં જુએ છે ત્યારે તેને જે આત્મદેવ પ્રગટ છે, નિશ્ચય છે, કર્મકલંકરૂપી કાદવથી, સદા રહિત છે, અવિનાશી છે અને જેને મહિમા આત્માનુભવથી જણાય છે, તે સ્વાભદેવ સાક્ષાત અનુભવમાં આવે છે. कथमपि समुपात्तत्रित्वमप्येकताया
अपतितमिदमात्मज्योतिरुद्रच्छदच्छम् । सततमनुभवामोऽनंतचैतन्यचिह्नम् न खलु न खलु यस्मादन्यथा साध्यसिद्धिः॥ गा.२० अ. १॥
સમ્યગ્દર્શન–જ્ઞાનચારિત્ર એ ત્રણ રત્નની અપેક્ષાએ ત્રણપણું હોવા છતાં જે આત્મતિ પોતાના એક સ્વભાવથી નિશ્ચલ છે, શુદ્ધરૂપ પ્રકાશમાન છે, અનંત ચૈતન્યના ચિન્હવત છે તેને હું નિરંતર અનુભવ કરું છું. શુદ્ધસ્વરૂપની પ્રાપ્તિ એ મારો સ્વભાવ છે અને તે સ્વાનુભવ સિવાય પ્રાપ્ત થઈ શકતી નથી. त्यजतु जगदिदानीं मोहमाजन्मलीढं
रसयतु रसिकानां रोचनं ज्ञानमुद्यत् । इह कथमपि नात्मानात्मना साकमेकः
किल कलयति काले क्वापि तादात्म्यवृत्तिम् ॥ २२-१ ।।
હે જગતના છો! અનાદિ કાળથી તમારી સાથે રહેલ મોહને હવે તે ત્યાગે, અને આત્મરસિક મહાત્માઓને પ્રિય એવા આત્માના પ્રગટ શુદ્ધ જ્ઞાનનો આસ્વાદ લે કારણ કે આ આત્મા કયારેય પણ કઈ પણ પ્રકારે અનાત્માની સાથે એકભાવને પ્રાપ્ત થઈ શકતું નથી.. अयि कथमपि मृत्वा तत्त्वकौतूहली सन् अनुभव भवभूतः पार्श्ववर्ती मुहूर्तम् ।