________________
૩૧૫
आत्मानमात्मन्यवलोक्यमानस्त्वं दर्शनज्ञानमयो विशुद्धः । एकाग्रचित्तः खलु यत्र तत्र, स्थितोपि साधुर्लभते समाधिम्
હે ભવ્ય! તું તારા આત્મામાં જ આત્માને નિહાળતાં દર્શન જ્ઞાનમય વિશુદ્ધ એકાગ્રચિત્તવાળે થઈ જા, કારણ કે જે સાધુ નિજાત્માના શુદ્ધ સ્વભાવમાં સ્થિત થાય છે તે જ ગમે તે સ્થળે આત્મસમાધિને પામે છે. सर्व निराकृत्य विकल्पजालं संसारकांतारनिपातहेतुम् । विविक्तमात्मानमवेक्ष्यमाणो निलीयसे त्वं परमात्मतत्त्वे ॥ २९ ।।
સંસારમાં રખડાવનાર સર્વ રાગાદિ વિકલ્પજાળને દૂર કરી જે તે સર્વથી ભિન્ન એવા શુદ્ધાત્માને અનુભવ કરે તે તું અવશ્ય. પરમાત્મતવમાં લીનતા પ્રાપ્ત કરશે.
(૨૩) શ્રી અમિતગતિકૃત તત્ત્વભાવનામાંથી– येषां काननमालयं शशधरो दीपस्तमश्छेदकः ।। भैक्ष्यं भोजनमुत्तमं वसुमती शय्या दिशस्त्वम्बरम् ॥ संतोषामृतपानपुष्टवपुषो निर्धूय कर्माणि ते । धन्या यांति निवासमस्तविपदं दीनैर्दुरापं परैः ॥ २४ ॥
જે મહાત્માઓનું ઘર તે વન છે, અધિકારનાશક દીપક તો ચંદ્રમા છે, ઉત્તમ ભેજન તે ભિક્ષા છે, શય્યા તે પૃથ્વી છે, દશ દિશાઓ તે વસ્ત્ર છે, સંતોષરૂપી અમૃતના પોષણથી જેનું શરીર પુષ્ટ છે તે ધન્ય પુરુષ કર્મોને ક્ષય કરી દુખારહિત અને અન્ય દિન પુરુષોને અપ્રાપ્ય એવા મોક્ષસ્થાનને પામે છે.
अभ्यस्ताक्षकषायवैरिविजया विध्वस्तलोकक्रियाः । बाह्याभ्यंतरसंगमांशविमुखाः कृत्वात्मवश्यं मनः ॥ ये श्रेष्ठं भवभोगदेहविषयं वैराग्यमध्यासते । ते गच्छन्ति शिवालयं विकलिला बुध्वा समाधि बुधाः ॥ ३६ ।।