________________
૩૦૪
ज्ञानस्वभावः स्यादात्मा स्वभावावाप्तिरच्युतिः ।। तस्मादच्युतिमाकांक्षन् भावजेज ज्ञानभावनाम् ॥ १७४ ॥
આત્મા જ્ઞાનસ્વભાવવંત છે, તે જ્ઞાનસ્વભાવની પ્રાપ્તિ તે અવિનાશી મુક્તિ છે. તેથી મુક્તિને ઈચ્છે છે તેણે આત્મજ્ઞાનની ભાવના કરવી જોઈએ, ज्ञानं यत्र पुरःसरं सहचरी लज्जा तपः संवलम् વારિત્રે શિવિજ નિવેરાનમૂર્વઃ સ્વ ગુણા બા पंथाच प्रगुणं शमाम्बुवहुलः छाया दया भावना यानं तन्मुनिमापयेदभिमतं स्थानं विना विप्लवैः ॥ १२५ ॥
જેને સમ્યજ્ઞાન (સમ્યક્દર્શન સહિત) આગળ ચાલનાર માર્ગદર્શક છે, લજ્જા, વિનય મર્યાદાપૂર્વક વર્તન) જેની સાથે ચાલનાર સખી છે, તપ જેનુ ભાથુ છે, સમ્યફ ચારિત્ર જેની પાલખી છે, સ્વર્ગ જેનું વચમા વિશ્રાંતિ સ્થાન છે, આત્મિક ગુણ જેના રક્ષક છે, શાંતિમય જલના છંટકાવથી શીતળ, વિશાળ જેને માર્ગ છે, દયાની જેને છાયા છે, આત્મભાવના જેની ચાલ છે. આ પરિવાર જે પ્રાપ્ત હોય તે તે કઈ પણ ઉપદ્રવ વિના મુનિને અભિષ્ટ સ્થાને (મેસે) લઈ જાય છે. दयादमत्यागसमाधिसन्ततेः पथि प्रयाहि प्रगुणं प्रयत्नवान् । नयत्यवश्यं वचसामगोचरं विकल्पदूरं परमं किमप्यसौ ॥१०७ ।।
હે સાધુ ! તું ધ્યા, સંયમ, ત્યાગ અને આત્મરમણતા સહિત મેક્ષમામાં નિષ્કપટપણે પ્રયત્નશીલ થઈ પ્રયાણ કરે. આ માર્ગ તને અવશ્ય વચનથી અગોચર, વિકલ્પ રહિત, ઉત્કૃષ્ટ એવા મોક્ષ પદમાં લઈ જશે.
(૧૬) શ્રી દેવસેનાચાર્ય કૃત તત્વજારમાંથી – जं अवियप्पं तचं तं सारं मोक्खकारणं तं च । तं'णाऊण विसुद्धं झावह होऊण णिरगंथो ।। ९॥