________________
૩૦૩
જેણે નિશ્ચયપૂર્વક જાણ્યું છે તે આત્મરમણુતારૂપ ધ્યાનની એકાગ્રતાથી સર્વ કલેશ-દુઃખોની જાળને મૂળથી બાળી દે છે. * समधिगतसमस्ताः सर्वसावधदूराः
स्वहितनिहितचित्ताः शांतसर्वप्रचाराः । स्वपरसफलजल्पाः सर्वसंकल्पमुक्ताः
कथमिह न विमुक्त जनं ते विमुक्ताः ॥ २२६ ॥
જેણે સર્વશાસ્ત્રોના રહસ્યને જાણ્યું છે, જે સર્વ પાપ વ્યાપારથી દૂર છે, જેણે આત્મ કલ્યાણમાં જ ચિત્તને લીન કર્યું છે, સર્વ ઇનિા વિષયોને જેણે શાંત કર્યા છે, જેની વાણી સ્વ અને પર કલ્યાણકારી છે, જે સર્વ સંકલ્પ વિકલ્પથી મુક્ત છે એવા વિરા સાધુ મુક્તિના પાત્ર કેમ ના થાય? અવશ્ય થશે. हृदयसरसि यावन्निर्मलेप्यत्यगाधे
वसति खलु कपायग्राहचकं समन्तात् । श्रयति गुणगणोऽयं तन्न तावद्विशङ्क
समदमयमशेषस्तान् विजेतुं यतस्व ॥ २१३ ।। હે ભગ્ય! જ્યાં સુધી તારા નિમલ અને અગાધ હૃદયરૂપી સરોવરમાં કષાયરૂપી મગરઆદિ જલચરને સમૂહ વસે છે ત્યાં સુધી ગુણેને સમૂહ નિઃશંકપણે તારામાં પ્રવેશ કરી શકતું નથી. તેથી તું સમભાવ, ઇંદ્રિય વિષયોને સંયમ અને અહિંસાદિ મહાવો દ્વારા તે સર્વ કષાને જીતવાને પ્રયત્ન કર. मुहुः प्रसार्य सज्झानं पश्यन् भावान् यथास्थितान् । प्रीत्यप्रीती निराकृत्य ध्यायेदध्यात्मविन्मुनिः ॥ १७७ ॥
આત્માને જાણનાર મુનિએ વારંવાર આત્મજ્ઞાનની ભાવના કરવી અને સમ્યફજ્ઞાને વધારીને જગતના પદાર્થોને જેમ છે તેમ જાણીને તે સર્વથી રાગદ્વેષને ત્યાગીને આત્માનું જ ધ્યાન કરવું.